મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગરના નેજા હેઠળ આઇ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા નગરપાલિકા હોલ,પાલનપુર ખાતે ભુલકા મેળા ૨૦૨૪નું આયોજન ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને કરાયું હતું. જેમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં પી.એસ.ઇ ઇન્સટ્રક્ટરો અને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ સર્જનાત્મક પ્રવૃતિઓ આધારીત ટી.એલ.એમ બનાવીને પ્રદશિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં બાળકો દ્વારા રામાયણ આધારીત નાટક રજુ કરાયું હતું. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરે નિયમિત બાળકોની હાજરીમાં વધારો થાય અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનુરોધ કરીને ઉપસ્થિતોને માર્ગદર્શિત કર્યા હતા. આ સાથે ભૂલકા મેળાનું મહત્વ વિશે માહિતી અપાઈ હતી.
આ કાર્યક્રમમાં ૩ થી ૬ વર્ષના બાળકોના વાલીઓ, જિલ્લાના બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો અને બ્લોક પી.એસ.ઇ ઇન્સટ્રક્ટરોએ હાજર રહ્યા હતા.