પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એસ.જી.પટેલ તથા પો.સ.ઇ. એસ.બી.દેસાઇ નાઓની સુચના હેઠળ આજ રોજ તા.૧૫-૧૨-૨૦૨૪ એલ.સી.બી સ્ટાફના, અ.હેઙકો.મનુભાઇ રમેશભાઇ તથા અ.હેઙકો.ગીરીશભાઇ અંબાલાલ, આ.પો.કો. શૈલેષકુમાર અર્જુનભાઇ, અ.પો.કો.ચૈતન્યકુમાર નાઓ નડીયાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન અ.પો.કો. ચૈતન્યકુમાર મહેન્દ્રભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે રાજકોટ જીલ્લાના ગાંધીગ્રામ-૦ર(યુનિ) પો.સ્ટે.ના પાર્ટ એ.ગુ.ર.નં-૧૧૨૦૮૦૦૩૨૪૦૭૦૩/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨),૫૪ મુજબના ગુનામા નાસતા ફરતા આરોપી લાલુભાઇ ધનજીભાઈ કાવઠીયા રહે.મુસાફરી બંગલા સામે ઝુપડપટ્ટી તા.મહેમદાવાદ જી.ખેડા નાઓને નડીયાદ સંતરામ મંદીરના કમ્પાઉન્ડમાંથી ઉક્ત ગુનાના કામે બી.એન.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૩૫(૧) જે મુજબ અટક કરી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી અર્થે સોંપેલ છે.