પરીક્ષા પે ચર્ચા 2025નું રજીસ્ટ્રેશન કરાવવા માટે, વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકોને તેમના પૂરા નામ અને મોબાઈલ નંબર સાથે ઈમેલ આઈડીની પણ જરૂર પડશે.
પરીક્ષા પર ચર્ચા રજીસ્ટર કરવા માટે, તમારે સત્તાવાર વેબસાઇટ innovateindia1.mygov.in પર જવું પડશે.
હવે તમારે વેબસાઈટના હોમ પેજ પર ‘Participate Now’ પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારી કેટેગરી પસંદ કરો. જેમ કે, વિદ્યાર્થી, શિક્ષક, માતાપિતા અને પછી નીચે ‘ક્લિક ટુ પાર્ટિસિપેટ’ પર ક્લિક કરો.
તમારું પૂરું નામ, મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી નાખો.
આ પછી, અન્ય વિગતો ભરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
શું છે આ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ?
બોર્ડની પરીક્ષા અંગે બાળકો ચિંતિત રહે છે, જેથી આ ચિંતા કે તણાવને દૂર કરવા અને તેમને સફળતા માટે પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘પરીક્ષા પે ચર્ચા’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ચર્ચામાં વિદ્યાર્થીઓ સીધા વડાપ્રધાન મોદીને પ્રશ્નો પૂછી શકે છે.
‘પરીક્ષા પે ચર્ચા 2025’ જાન્યુઆરી 2025માં નવી દિલ્હીના ભારત મંડપમના ટાઉન હોલમાં આયોજિત કરવાનો પ્રસ્તાવ છે. સત્તાવાર તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ કાર્યક્રમ માટે પસંદગી પામેલ 2500 વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રાલય દ્વારા PPC કીટ પણ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે પસંદગી નથી પામેલા, તેઓ આ કાર્યક્રમને શિક્ષણ મંત્રાલયની અધિકૃત વેબસાઈટ તેમજ યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકશે. કાર્યક્રમ સંબંધિત વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.