Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

તંજાવુરમાં મોરારિબાપુનાં હસ્તે રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ વ્યાસપીઠને અર્પણ

તંજાવુરમાં મોરારિબાપુનાં હસ્તે રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ વ્યાસપીઠને અર્પણ

મોરારિબાપુનાં હસ્તે રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ વ્યાસપીઠને અર્પણ કરવામાં આવેલ છે. અગાઉ મથુરામાં યોજાયેલ કથા આધારિત પ્રકાશન તંજાવુરમાં ચાલતી રામકથા દરમિયાન અર્પણ વેળાએ સંપાદક નીતિન વડગામા જોડાયાં હતાં.

મોરારિબાપુ દ્વારા ગુજરાત કે દેશમાં તેમજ વિદેશમાં યોજાતી રામકથા આધારિત લેખન સંપાદન પ્રકાશન થઈ રહેલ છે. અગાઉ મથુરામાં યોજાયેલ રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ સંદર્ભે નીતિન વડગામા દ્વારા સુંદર સંપાદન પ્રકાશિત થયેલ છે.

તામિલનાડુનાં તંજાવુરમાં ચાલતી રામકથા ‘માનસ હરિભજન’ દરમિયાન મોરારિબાપુનાં હસ્તે રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ વ્યાસપીઠને અર્પણ કરવામાં આવેલ છે.

આ રામકથા પ્રકાશન અર્પણ વેળાએ સંપાદક નીતિન વડગામા જોડાયાં હતાં અને તેઓએ પ્રાસંગિક વાત કરી હતી. ઉપક્રમ સંકલનમાં નિલેશ વાવડિયા સાથે રહ્યાં હતા.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.