Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

શિકેરનાં ખેડૂત જીગરભાઈ દેસાઈને શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ પ્રાપ્ત થયો

શિકેરનાં ખેડૂત જીગરભાઈ દેસાઈને શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ પ્રાપ્ત થયો

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 20મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજી, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જીણાભાઈ પટેલ, ડૉ. અભયકુમાર વ્યાસ (વાઈસ ચાન્સેલર,કૃષિ યુનિવર્સિટી,કોટા રાજસ્થાન) ડૉ. તૈમૂર અલાવત (નિર્દેશક, સંશોધન અને ડીન) ડૉ. આર. એમ. નાયક (ડીન, કૃષિ ફેકલ્ટી),તેમજ અન્ય નવસારી કૃષિ યુનિવર્સિટી ના વિવિધ વિભાગ,કૉલેજ ના ડીન તેમજ વિદ્યાર્થી અને ખેડૂત પુત્ર ની હાજરી માં યોજાયો હતો
આ સન્માન સમારોહમાં, દક્ષિણ ગુજરાત માં ઉત્કૃષ્ટ ખેતી કરતા ખેડૂતને શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ આપવામાં આવે છે, જેમાં શ્રેષ્ઠ પુરુષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અરજી કરી હતી,નવસારી કૃષિ યુનિવર્સિટી ની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ ઓવિયાણ ના રેહવાસી અને વાલોડ તાલુકાના શિકેર ગામે ખેતી ધરાવતા આજાજી ઓર્ગેનિક ફાર્મના ખેડૂત જીગરભાઈ દેસાઈને આ એવોર્ડ માટે શ્રેષ્ઠ પુરુષ ખેડૂત માટે પસંદ કરવામાં આવ્યા હતા,આ એવોર્ડ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી ના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં આચાર્ય દેવવ્રતના હસ્તે શાલ અને મોમેન્ટો સાથે, 25000નું રોકડ ઇનામ પણ મળ્યું છે.

 

રિપોર્ટર-તેજસ વશી(સુરત)

Filed under Surat Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.