ઇન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન રામમાધવજીની પ્રેરણાથી ગુજરાત થીંકર ફેડરેશન દ્વારા પ્રથમ વુમન થીંકર મીટનું આયોજન કરવામાં આવેલ છે, જે અમદાવાદ ખાતે ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ તરીકે હેતલબેન પંચાલની પસંદગી થઈ છે. હેતલબેન પંચાલ સેવાકીય પ્રવૃતિઓ તેમજ વિદ્યાર્થીઓ માટે અને મહિલાઓ માટે ખુબ જ સરસ કામગીરી થરાદ વિસ્તારમાં કરી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા ફાઉન્ડેશન આયોજિત ફસ્ટ વુમન થીંક્સ મીટ ૨૦૨૫ માં થરાદના હેતલબેન પંચાલ બનાસકાંઠા જિલ્લા પ્રતિનિધિ તરીકે પસંદ થયા ત્યારે લોકોએ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.