Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં લાભ લેતાં ભાવિક યાત્રિકો

પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં લાભ લેતાં ભાવિક યાત્રિકો

તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં ભાવિક યાત્રિકો લાભ લેતાં રહ્યાં છે. બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે સ્વયંસેવક પરિવાર દ્વારા સાધુ, સંતો અને શ્રદ્ધાળુઓને પ્રસાદલાભ મળી રહ્યો છે.

બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે અને ગુરૂઆશ્રમ બગદાણાનાં વડા રહેલાં દિવંગત મનજીબાપાની પ્રેરણા સાથે સુરતનાં સ્વયંસેવક પરિવાર દ્વારા સેવાભાવ સાથે પ્રસાદલાભ હેતુ આયોજન કરવામાં આવેલ છે.

બાપા સીતારામ સ્વયંસેવક પરિષદ ખાલસા ગુજરાત દ્વારા પ્રયાગરાજમાં ચાલી રહેલાં વિશ્વનાં વિરાટ મહાકુંભમેળામાં ઉમટી રહેલાં સૌરાષ્ટ્ર ગુજરાત સહિત સર્વત્રથી આવતાં સાધુ, સંતો અને યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારતવર્ષનાં પ્રયાગરાજ સહિત હરિદ્વાર, ઉજ્જૈન તથા નાસિક ત્રંબક ક્ષેત્રમાં યોજાતાં કુંભમેળામાં પણ આ સ્વયંસેવક પરિવારનાં કાર્યકર્તાઓ ભાવ અને આસ્થા સાથે બાપા સીતારામ અન્નક્ષેત્રનું સંચાલન કરતાં રહ્યાં છે.

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

 

 

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.