વડતાલ રઘુવીર વાડી ખાતે વી.ઝેડ.પટેલ કોમર્સ કોલેજના NSS કેમ્પમાં વોલેન્ટિયરને સાયબર અવેરનેસ અપાયું હતું. આ કેમ્પમાં આશરે 70 થી 75 સાયબર વોલેન્ટિયર ને સાયબર અવેરનેસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કેમ્પમાં અજાણ્યા નંબરથી ફોન આવે તેને ટાળવાનું, અજાણ વ્યક્તિને ઓટીપી શેર નહીં કરવાનો, તથા સાયબર ફ્રોડ અને અટકાવવું તેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઇ બરંડા,
સાયબર ક્રાઇમ ટીમ નડિયાદના પી.એસ.આઇ. બારોટ, વડતાલ ગામના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર, તથા વી ઝેડ પટેલ કોમર્સ કોલેજ આણંદના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.