ખેડા જિલ્લા પંચાયત ભવન, નડિયાદ ખાતે વિશેષ રંગોળી દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શનમાં આ સર્જાનાત્મક રંગોળી બનાવવામાં આવી.
શિક્ષણવિદ હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કલા અને રંગોના અદભૂત સંગમથી આ અનોખી અને સર્જાનાત્મક રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળીની વિશેષતા એ છે કે, આ ૭૦ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવી છે અને તેને બનાવવામાં ૯ કલાકથી વધુ સમય લાગ્યો છે. આ વિશેષ રંગોળીમાં ૭૬મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શુભેચ્છા આપવામાં આવી છે અને તેમાં રાષ્ટ્રધ્વજ અને દિલ્હીના લાલ કિલ્લાની પ્રતિકૃતિ સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. વધુમાં રંગોળીમાં આઝાદ પક્ષી એક શિક્ષકની સર્જનાત્મકતામાં કલાનો સમન્વય દર્શાવે છે.