૫૦,૦૦૦ ચો.મી. માં ફેલાયેલ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના (HSSF)નો આજરોજ ભવ્ય સમાપન સમારોહ સાથે આ ભવ્ય મેળાની પૂર્ણાહુતિ થઈ સમાપન સમારોહમાં સંતોનો સમન્વય જોવા મળ્યો હતો.
મેળામાં હાજર દરેક વ્યક્તિને મંગલકામના પ્રદાન કરવા ૫.પૂ. દ્વારકેશજી વૈષ્ણવાચાર્ય (કલ્યાણ પુષ્ટિ હવેલી), શ્રી સતપ્રસાદ સ્વામી (હાલોલ), ૫૫ લાલદાસજી, પ.પૂ. પ્રેમદાસજી મહારાજ પ.પુ. યોગેશદાસજી મહારાજ, શ્રી ભગવાનદાસ બાપુ, શ્રી હરિગોવિંદ મહારાજ (ઇસ્કોન), શ્રીધરસ્વામીજી (રાજપીળા) ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી કિર્તીભાઇએ સ્વાગત પરિયય કરી અંતિમ સત્રની શરૂઆત કરી. ત્યારબાદ મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી તેમનું સન્માન કરવામાં આવ્યું. શ્રી ધનશ્યામજી વ્યાસે વૃત નિવેદન મકી સમગ્ર ચાર દિવસીય મેળામાં થયેલ પ્રવૃત્તિઓની ઝલક સંભળાવી.
૫. પૂ. દ્વારકેશ લાલજી મહારાજ (બાવાશ્રી) એ જણાવ્યું કે હાલના સમયમાં સંયુક્ત કુટુંબ ભાવનાનો અભાવ છે. પરિવર્તન માટે માત્ર કથા શ્રવણ નહિ પરંતુ આજના યુવકોને HSSF જેવા મેળઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડવવું જોઈએ. વિચાર, બાચાર અને સંસ્કાર સંપન્નતા ખૂબ જ જરૂરી છે. ધર્મને આચરણમાં મૂકવું અતિ આવશ્યક છે તેની વાત કરતા જણાવ્યું કે નિર્ણય લેવાનું સામર્થ ગુરુકૃપા અને ધર્મથી આવે છે પરંતુ તેને જીવન અમલમાં ન મૂકવામાં આવે તો વ્યર્થ છે. ‘ નિર્ણમ લેતી વખતે સંસ્કારની રાગંધ સમાજ જુએ છે. આ મેળા માં આપણે જે શ્રવણ અને દર્શન કર્યું એ આત્મસાત કરી સનાતનની જયજયકાર માટે કાર્ય કરવું
શ્રી સત પ્રસાદ સ્વામીજીએ આશીર્વાદ વચન આપી નાગરિકજનોને મહાભારત- રામાયણના ઉપદેશો વાચવા- સાંભળવા પ્રેરિત કર્યાં. તેમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે હથિયાર ધારણ નહોતા કર્યા પરંતુ કોઈને હથિયાર મુકવા પણ ન દીધા. ભારતીય ઐતિહાસિક કથાઓ દ્વારા આપણા સ્વમાનને જાળવી રાખવા વિશેષ મહત્વ આપ્યું
પ.પૂ. લાલ દારા બાપુએ આશીર્વચનમાં જણાવ્યું કે દુનિયાના ગોળામાં ભારતના સનાતન ધર્મનો દધ્વજ ફરકાઇ રહ્યો છે તેની પ્રતીતિ પ્રયાગરાજના કુંભમેળામાં અને કર્ણાવતી HSSF મેળામાં દેખાઈ રહી છે. તેમણે આ મેળાને ‘ સંસ્કૃતિના ધરોહરને ધરાવતો મેળો ‘ તરીકે ઓળખાણ આપી જે સમગ્ર ગુજરાત માટે હર્ષોલ્લાસ ની વાત છે.
અમદાવાદ ની D.A.V, શાળા, ત્રિપદા શાળા અને કેલોરિક્સ શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી
ચાર દિવસના આ ભવ્ય કાર્યક્રમનો લાભ આશરે 8 લાખ લોકોએ લીધો. 264 સેવા સંસ્થાઓના સ્ટોલ, તે સિવાય લાઈવ કુંભ દર્શન, અયોધ્યા રામ મંદિર દર્શન, HSS CRPF, RAF, IRSO, BAPS, SGVP, આદિવાસી સમાજના સુંદર ગ્રામની ઝાંખી, સ્વામી આયપ્પા મંદિર, મહર્ષિ વશિષ્ઠ યજ્ઞ શાળા સહિત અનેક સંસ્થાઓએ સુંદર ઝાંખી અને સંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.