Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ અને વાઇસ ચેરમેન રમેશભાઈ પરમાર ચૂંટાયા

ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ અને વાઇસ ચેરમેન રમેશભાઈ પરમાર ચૂંટાયા

ખેડા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ સંસ્થાના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા અપાયેલા આદેશ મુજબ સહુ પ્રતિનિધિઓને ચેરમેન વાઇસ ચેરમેન માટે મત આપવા જણાવાયું હતું, તે મુજબ ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતા જિલ્લા સહકારી સંઘમાં મેન્ડેટ મુજબના ઉમેદવારો પૈકી ચેરમેન પદે રાજેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ, વાઈસ ચેરમાનપ પદે રમેશભાઈ પૂજાભાઈ પરમાર, માનંદમંત્રી અર્જુનસિંહ જેસંગભાઈ વાઘેલા અને રાજ્ય સંઘ પ્રતિનિધિ તરીકે જયરામભાઈ રબારી ચૂંટાયા હતા.
આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સહુ ચૂંટાયેલા પદાધિકારી સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા…અને સહકારની ભાવનાથી સહુને કામ કરવા શીખ આપી હતી.

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સહકારના સિદ્ધાંતને બળ મળે તેવી માર્ગદર્શક વાત કરતા જણાવ્યું હતું કે,સહકાર થી સહુનો વિકાસ થાય,ગામડા મજબૂત બને..અને નવ યુવાનોને સહકારની તાલીમ મળી રહે તેવા પ્રયત્નો પર ભાર મુક્યો હતો.સહકારી સંઘના નવા ચૂંટાયેલા ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે પાર્ટીના નેતૃત્વ અને પોતાનામાં વિશ્વાસ મૂકી પદ ગ્રહણ કરાવનારા સંગઠન સહિત સહુ સભ્યોનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે જિલ્લા સહકારીના સંઘના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી ધીરુભાઈ ચાવડા સહિત સહુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જિલ્લા સહકારી સંઘના સભ્ય ધર્મેશભાઈ જે.પટેલે સંઘની પ્રથમ બેઠકથી જ તેમને મળવાપાત્ર ભથ્થુ નહીં લેવાનો વિચાર વ્યકત કર્યો હતો.તેમની આ ભાવનાને સહુએ બિરદાવી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.