સંતરામ ભૂમિ, નડિયાદના આંગણે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના ૧૯૪ માં સમાધિ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે સાંજે પૂ.મોરારિ બાપુના વ્યાસપીઠ પદે શ્રી રામકથાનો શુભારંભ થયો હતો.તે પૂર્વે મંદિર પરિસર માં સંતરામ સમાધિ સ્થાન ચોક થી પોથી યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું.ઇપકો વાળા પરિવાર ના દેવાંગભાઈ પટેલ ,અન્ય સંતરામ ભક્તો જય મહારાજના જય ઘોષ સાથે પોથી શિર પર ગ્રહણ કરી મંડપમાં થઈ વ્યાસપીઠ સુધી લઈ આવ્યા હતા. જ્યાં સંતરામ મંદિર ના સંતો, મહંતો, રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ પૂ. ગોવિંદગીરીજી મહારાજ,મહામંડલેશ્વર કનકેશ્વરીજી જામનગરના દેવ પ્રસાદજી બાપુ,સોનીપત હરિયાણાના ઓશો અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજી,માં અમૃતપ્રિયાજી, ગુજરાત ના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી,નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નિર્ગુણ દાસજી મહારાજ, ગણેશદાસજી મહારાજ સહિત શ્રી સંતરામ મંદિરના સહુ સંતો, મહંતોની ઉપસ્થિતિમાં પૂ.મોરારીબાપુ ની રામકથાનું દીપ પ્રાગટય કરાયું હતું.
આ અવસરે યુ.એસ એ.ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઝશન સંસ્થા તરફ થી સંતરામ મંદિર ની ૫૪ જેટલી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે લોકસેવા કેટેગરીમાં” વર્લ્ડ અમેઝિંગ પ્લેસ”નો વૈશ્વિક એવોર્ડ પણ સંતરામ મંદિરને એનાયત કરાયો હતો. આ ઉપરાંત નડિયાદ સંતરામ મંદિરના મહંત પૂ.રામદાસજી મહારાજ રચિત “યોગીરાજ માનસ” ગ્રંથનું પણ લોકાર્પણ કરાયું હતું.આ મહાગ્રંથ સંતરામ મહારાજના જીવન,દર્શન અને તત્વ વિચારને હિન્દી અને અવધિ ભાષામાં ૧૦૩૪ દુહા ચોપાઈ અને ૧૧૦૦ પંક્તિઓનું મહાકાવ્ય છે.
આ પ્રસંગે રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાઅધ્યક્ષ પૂ. ગોવિંગીરીજીએ જણાવ્યું હતું.આપણે રામ મંદિર બનાવ્યું,હવે રાષ્ટ્ર મંદિર અને રામ રાજ્ય સ્થાપવું છે.તે માટે યુવાનોએ શોર્યવાન થવું પડશે.
સંતરામ મંદિરના પ્રતિનિધિ સંત ગણેશદાસજી મહારાજે સહુને રામકથા…અને સમાધિ મહોત્સવમાં આવનારા સહુને આવકાર્યા હતા.પૂ દેવપ્રસાદજીએ શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા.ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે,આ પાવન અવસર થી સહુમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થાય તેવી આ ભૂમિ છે તેમ કહી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. હર્ષિત મહેતાએ કર્યું હતું.