પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ. તા.૦૨/૦૨/૨૦૨૫ ના રોજ નડીયાદ ટાઉન પો.સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.ન. ૧૦૮/૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૫૪ મુજબનો ગુનો રજી. થયેલ જેમાં ગુનાના ફરીયાદી બહેન ઉવ/ ૮૧ તથા તેઓની દિકરી નડીયાદ વાણીયાવાડ સર્કલ પાસેથી એસ.આર.પી. જવા નીકળેલ અને રીક્ષાચાલક તથા તેના માણસોએ ફરીયાદીને રીક્ષામાં બેસાડી ચાલુ રીક્ષામાં ફરીયાદી બહેને ગળામાં પહેરેલ સોનાની ચેઇન આશરે દોઢેક તોલાની રીક્ષા ચાલક તથા તેની સાથેના માણસોએ ફરીયાદીની નજર ચુકવી કાઢી લીધેલ અને બહાનું બતાવી ફરીયાદીને રીક્ષામાં નીચે ઉતારી રીક્ષા લઇને નાસી ગયેલાની ફરીયાદ આપેલ, જે મિલ્કત સબંધી ગુનો અનડીટેકટ હોય જેથી ગુનાની ફરીયાદ નોધી એમ.બી.ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર નડીયાદ ટાઉન પો.સ્ટેશન નાઓએ ગુનાની તપાસ સર્વેલન્સ પો.સ.ઇ. એ.બી.મહેરીયા નાઓને સોપી ગુનો ડીટેકટ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તથા સર્વેલન્સ પો.સ.ઇ. એ.બી. મહેરીયા તથા સર્વલન્સના તાબાના માણસોએ મળેલ જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન હેઠળ ગુનાની તપાસ માટે જરૂરી સી.સી.ટી.વી. ફુટેજ તથા હ્યુમન સોર્સ મારફતે ગુનાની તપાસ કરેલ.
તા.૦૩/૦૨/૨૦૨૫ ના રોજ એ.એસ.આઇ. મહેન્દ્ર એકનાથ તથા આ.પો.કો દિવ્યરાજસિંહ નીરૂભા નાએ બાતમી હકિકત આધારે શકમંદ ત્રણ ઇસમો તથા એક બહેનને સી.એન.જી. રીક્ષા સાથે રોકી લીધેલ અને તેઓની અંગજડતી કરતા તેઓની પાસેથી ધારદાર કટર મળી આવેલ જેથી આરોપીઓની પુછપરછ કરતા તેઓએ કબુલાત કરેલ કે રીક્ષામાં વુધ્ધ કે મહીલા નાઓને પેસેન્જર તરીકે બેસાડી રીક્ષામાં ભીડ કરી પેસેન્જરની નજર ચુકવી તેઓના દર દાગીના કાઢી લેવાની કબુલાત કરેલ અને ઉપરોકત ગુનાની કબુલાત કરતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓના રીમાન્ડ મેળવતા રીમાન્ડ દરમ્યાન પુછપરછ કરતા ઉપરોકત આરોપીઓએ ગયા ડીસેમ્બર માસમાં એક વુધ્ધ માજીને નડીયાદ નગરવાડા ઢાળ પાસેથી રીક્ષામાં બેસાડી તેઓની સોનાની બંગડી કટર ધ્વારા કાપી કાઢી લીધેલાની કબુલાત કરતા જેથી બંન્ને ગુનાના કામે સોનાની ચેઇન તથા સોનાની બંગડી ગુનાના કામે કબજે કરેલ છે.