નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી, પ્રથમ બજેટ રજૂ પુરાત વાળું રજૂ થયેલું બજેટ, ૮૯૭.૧૭ કરોડનું આગામી પાંચ વર્ષ માટેનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે.
આ બજેટમાં 60 કરોડની પુરાત વાળું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝીયમ અને સાક્ષર મેમોરિયલ સ્થપાશે, એક વર્ષ માટે જુના ટેક્સ દર યથાવત રખાયા, નગર આયોજન, નાગરિક સુવિધા, પર્યાવરણ જાળવણીને અપાશે, પ્રાથમિકતા દરેક મિલકતને યુનિક ક્યુ આર કોડ આપી ટેક્સ મેળવવાની વ્યવસ્થા સરળ કરાશે, કારપેટ બેઇઝ આકારણી માટે સર્વે થશે. તા. 1/4/ 2026 થી નવું ટેક્સ સ્ટ્રકચર, નવી આકારણી સાથે અમલમાં મૂકવા જરૂરી સોફ્ટવેર મેળવી વ્યવસ્થા ઉભી કરાશે, રેલવે બ્રિજની સાથે નવા લિંક બ્રિજનું નિર્માણ થશે. એક્ઝિબિશન સેન્ટર, કોમ્યુનિટી હોલ, જરૂર મુજબ પાણી અને ગટર લાઈનનું નવું નેટવર્ક ઊભું થશે, હયાત પાણી અને ગટર લાઈનને અપડેટ કરાશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી ની મદદથી એપ દ્વારા ફરીયાદ નિવારણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.