Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી પરીક્ષાની શુભેચ્છા પાઠવી

જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી પરીક્ષાની શુભેચ્છા પાઠવી

આજથી શરૂ થનારી ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ,જિલ્લા,તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઇપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવા, વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવેલ છે .
ભાવનગર જિલ્લામાં ધો.10ના 37,373 ધો.12 (સામાન્ય પ્રવાહ)ના 17,318 તથા ધો-12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં 6,366 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધો.10 માટે 141 બિલ્ડીંગ, 1319 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તેવી જ રીતે ધો-12 (વિજ્ઞાન પ્રવાહ) માટે ૩૦ બિલ્ડીંગ, 321 બ્લોક અને ધો-12 (સામાન્ય પ્રવાહ) માટે 62 બિલ્ડીંગ, 576 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ પર CCTV કેમેરાની બાજ નજર રહેશે.

 

 

રિપોર્ટર-સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

બાઈટ ૧ : સેજલબેન પંડ્યા , ધારાસભ્ય ભાવનગર પૂર્વ

બાઈટ ૨: આર.કે.મહેતા , કલેકટર ભાવનગર

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.