આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને સપનું આવેલ કે હર્ષદ મંદિર નજીક દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવીને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે.
ભત્રીજીને આવેલું સપનું સાકાર કરનાર આરોપીઓ વનરાજ, મનોજ, મહેન્દ્ર , જગત અને અન્ય ૩ મહિલાઓ સહિત 7 લોકોએ કાવતરું રચી 2 વાહનોમાં આવી અને હર્ષદ મંદિર વિસ્તારમાં રોકાયા હતા અને રેકી કરીને દરિયાકિનારે આવેલા સ્થાપિત ભીડ ભંજન મહાદેવની શિવલિંગ ઉઠાવી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લઈ ગયેલ અને આ શિવલિંગની સ્થાપના કરીને પોતાના ઘરે રાખવામાં આવ્યા હતા.
પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા આ સમગ્ર કાવતરું સામે આવ્યું હતું અને તમામ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.