રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત ધનવંતરી ટ્રસ્ટના માધ્યમથી શામળાજી મુકામે કુદરતના સાનિધ્યમાં તારીખ 7, 8 અને 9 માર્ચના રોજ સેવા સંવેદના શિબિર નું આયોજન કરવામાં આવેલ જેમાં કર્ણાવતી. ગાંધીનગર, હિંમતનગર વિસ્તારની મેડિકલના કુલ 16 કોલેજ જેવી કે એમબીબીએસ, ડેન્ટલ, ફિઝિયોલોજી, આયુર્વેદ, હોમિયોપેથી જેવી વિવિધ શાખાના કુલ ૧૬૫ મેડિકલ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર માટે શિબિર દ્વારા શામળાજી વિસ્તારના વનવાસી ગામોમાં સંપૂર્ણ એક દિવસ ગ્રામ્યદર્શન અને તેની સાથે સાથે આરોગ્યની સ્થિતિનું જાણકારી મેળવી હતી
પ્રકૃતિના સાનિધ્યમાં રહેતા રહેતા આ તમામ તબીબી છાત્રોએ શામળાજી વિસ્તારના ગ્રામ્ય લોકો સાથે સામાજિક, આર્થિક અને સ્વાસ્થ્યલક્ષી વિષયોની જાણકારી મેળવી હતી અને તેમની સાથે એક દિવસ પસાર કર્યો હતો.
શિબીરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના મા.સંઘચાલકજી મા શ્રી ડૉ. જયંતિભાઈ ભાડેસિયા તેમજ અન્ય અધિકારીશ્રીઓ દ્વારા સ્વાસ્થ્ય લાભથી વંચિત લોકો પ્રત્યે સેવાની સંવેદના પ્રગટ થાય અને તેમના માટે સૌ સંકલ્પબદ્ધ બને તે સંબંધી માર્ગદર્શન આપ્યા હતાં. શિબિરાર્થીને વ્યક્તિગત વિકાસ તેમજ સમાજ પ્રત્યે સેવાનો ભાવ પ્રગટ થાય તેવા પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં હતાં.