નિકોલ કર્મા ગ્રુપ તરફથી તા:-27/4/2025 રવિવારના રોજ નિકોલ ખાતે વૃંદાવન ગાર્ડન પાસે કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કર્મા ગ્રુપના એડમીન એવાં મિહિરભાઈ કે પટેલ, રુષભભાઈ સથવારા અને સાથે એમના મિત્રોની મોટી ટીમ દ્વારા અબોલા પશુ-પંખીઓને ધમધમતા કાળઝાર ગરમીમાં સંવેદના સાથે 2000 પાણીના કુંડાનું વિતરણ કરવાનો વિચાર આવ્યો એજ મોટી વાત છે. એમની પરોપકારી અને સેવાભાવી વૃત્તિ અને ભાવના બિરદાવવા જેવી છે.
આ પરોપકારી કાર્યક્રમમાં નિકોલ વિસ્તારમાં રહેતાં રહેણાંક વાસીઓનો મેળો ઉમટ્યો, તેમજ નિકોલ વિસ્તારનાં પૂર્વ ગૃહમંત્રી, પ્રદેશ મ.મો. પ્રભારી શ્રીગોવર્ધનભાઈ ઝડપિયા, અ’વાદ નિકોલ વોર્ડના પ્રમુખ, મહામંત્રી, તેમજ કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, તેમજ સમાજના અગ્રણીઓ, સમાજસેવકો, આ નવયુવકોને શુભેચ્છઓ પાઠવા હાજર રહ્યાં હતાં. તેમની સાથે દાતાશ્રીઓ અને નીતાબેન કે પટેલે ખભે- ખભો મિલાવી આ નવયુવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.