આ કેમ્પમાં ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, પોલીસ વિભાગ તથા સામાન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી, દેશપ્રેમ અને સેવાભાવનો અનોખો સંદેશ આપ્યો.
આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, રાજપીપલા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, નગરપાલિ કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી તથા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી.
જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની આગેવાનીમાં આયોજિત આ કેમ્પમાં ભૂતપૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું, જ્યારે રક્તદાતાઓને પ્રમાણપત્ર અને કપ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. રાજપીપલામાં કાર્યરત ઇન્ડિયન રેડ ક્રોસ અને સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કે આ કેમ્પને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
આ રક્તદાન શિબિર દ્વારા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને રાષ્ટ્રસેવાને સમર્પિત જનસેવાનો અનન્ય દાખલો સ્થાપિત થયો. રક્તદાતાઓના ઉત્સાહ અને સમર્પણે દેશભક્તિનો જીવંત નમૂનો રજૂ કર્યો.