દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ તથા પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં સહકાર થી સમૃદ્ધિની વિચારધારા સાથે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર (c to c) અભિયાનને વેગવંતુ બનાવવાના ભાગરૂપે બેંક દ્વારા બેંક કાર્યક્ષેત્રની ૫૧ જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી તથા સેવા સહકારી મંડળીના બેંક સાથી બનેલ સેક્રેટરીઓ સાથે ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંક લી. નડીઆદના કાર્યશીલ ચેરમેન તેજસકુમાર બી પટેલ તથા બેંકના ડિરેક્ટર ભદ્રેશભાઈ શાહ દ્વારા વિવિધ બેન્કિંગ સુવિધાઓ તથા માઇક્રો એટીએમના ઉપયોગ થકી જાગૃતિ લાવી બેંકના ગ્રાહકો સભાસદોને ગામમાં જ દૂધ મંડળી ઉપર જ દૂધબીલનું પેમેન્ટ મળી રહે તથા વિવિધ બેકિંગ સુવિધાઓ મળી શકે તથા મંડળી બેંક જેવું જ કાર્ય કરી શકે તે અંગે વિશિષ્ટ સંવાદ યોજી વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બેંકના સી.ઇ.ઓ અરવિંદભાઈ ઠક્કર તથા ગુજરાત રાજ્ય સહકારી સંઘના સી.ઇ.ઓ. શીતલભાઈ ભટ્ટ દ્વારા પણ સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.