કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં લુંટેરી દુલ્હનની ટોળકી સામે નોંધાયેલ ગુના અનુસાર આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઇ પોતે આરોપીઓએ ખોટી ઓળખ આપી લગ્ન કરવા માટે છોકરી બતાવી ગત તા. ૦૯/૦૯/૨૦૨૪ ના રોજ મંદિરમાં ફુલહાર વિધીથી લગ્ન કર્યા હતાં અને લગ્નના અવેજ પેટે રૂ.૨,૬૦,૦૦૦ રોકડ અને સોના-ચાંદીના દાગીનાના આશરે રૂ.૫૫૦૦ મળી કુલ રૂ.૨,૬૫,૦૦૦ મેળવ્યા હતા. લગ્ન કરી આવેલ કન્યા ફરીયાદીના ઘરેથી ભાગી જઈ લુંટેરી દુલ્હનની ટોળકીએ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી.
લુંટેરી દુલ્હનની ટોળકીને ઝડપી પાડવા માટે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.આર.ચૌધરી તથા પોલીસની ટીમ સદર ગુનાના આરોપીઓની ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ આધારે સઘન તપાસ કરી ગુનાના આરોપીઓની ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી ગુનો શોધી કાઢી આરોપીઓ દ્વારા અન્ય કોઇ ગુનાઓ આચરેલ છે કે કેમ તે દિશામાં તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આમ લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરી પૈસા પડાવતી ટોળકીને અન્ય કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા શોધી કપડવંજ રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા પકડી લેવાઈ હતી.
પકડવાના બાકી આરોપીઃ
લુંટેરી દુલ્હનની ટોળકીના અન્ય પકડવાના બાકી રહેલા આરોપીઓમાં કનુ ઈશ્વરભાઇ પંચાલ હાલ રહે.દેવકરણના મુવાડા તા.દહેગામ જી. ગાંધીનગર, મુળ રહે.કઠાણા તા.બોરસદ જી.આણંદ તથા રાજુ કાન્તીભાઇ પરમાર રહે.દેવકરણના મુવાડા તા.દહેગામને પકડવાની તજવીજ હાથ ધરી છે.
લૂંટેરી દુલ્હનની ગેંગના આરોપીના નામ
લુંટેરી દુલ્હનની ગેંગના આરોપીઓમાં મીના અજયભાઈ વસાવા રહે. જોસકેવડિયા, તા.લીમખેડા,જિ. દાહોદ, ઇલા ઉર્ફે લીલા કાંતિભાઈ ઉર્ફે સુરેન્દ્રભાઈ પરમાર રહે.આઈ.એફ. રેસી,,મદનીનગર,બાકરોલ ગામની પાછળ સરડી.તા.આણંદ,મુળ રહે. સારંગપુર,તા. અંકલેશ્વર મુળ રહે.મોરડ, તા.પેટલાદ,રીના સુંદરભાઈ વાડીવાલા રહે. આઈ.એફ રેસી,,મદનીનગર, સારંગપુર, તા.અંકલેશ્વર મુળ રહે.ધારોલી, તા.ઝઘડીયા, જિ. ભરૂચનાઓની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel