click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કુદરતી લીલાઓથી સૌંદર્યવાન અને પૌરાણિક, ઐતિહાસિક કપડવંજ તાલુકાનું શ્રી કેદારેશ્વર મહાદેવ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કુદરતી લીલાઓથી સૌંદર્યવાન અને પૌરાણિક, ઐતિહાસિક કપડવંજ તાલુકાનું શ્રી કેદારેશ્વર મહાદેવ
GujaratKheda

કુદરતી લીલાઓથી સૌંદર્યવાન અને પૌરાણિક, ઐતિહાસિક કપડવંજ તાલુકાનું શ્રી કેદારેશ્વર મહાદેવ

કલ કલ નાદે વહેતી વાત્રક નદીના તટ પર આવેલ કપડવંજ તાલુકાનું પ્રાચીન મંદિર

Last updated: 2025/08/07 at 1:03 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

પાંડવોએ ગુપ્તવાસ સમયે નિવાસ કર્યો હોવાની લોકવાયકા

કપડવંજ શહેરથી આશરે બારેક કી.મી.દુર કેદારેશ્વર મહાદેવ ગાઢ જંગલોની વચ્ચે બિરાજમાન છે.ત્રણ જીલ્લાઓની ત્રિભેટે આવેલ કેદારેશ્વર મહાદેવની અનેક ગૌરવગાથાઓ છે.સંતો-મહંતોના પગલાંથી પુનિત બનેલ પવિત્ર ધામ તથા ભકિતરસમાં તરબોળ થવા માટેનું એક ઉત્તમ ધાર્મિક સ્થાન કપડવંજનું ગૌરવ છે. વાત્રક (વેત્રવતી) નદીના તટ ઉપર કપડવંજ તાલુકાનું કેદારેશ્વર મહાદેવ વિશાળ જંગલમાં કેદારનાથ બિરાજમાન છે.ખેડા, અરવલ્લી અને ગાંધીનગર જીલ્લાના ત્રિભેટે આવેલ મહાદેવ વાત્રક અને માજૂમ નદીના સંગમ વિસ્તારમાં છે.મહાદેવનું મંદિરનું સ્થાન, વિસ્તાર,વિશાળ માટીના ડુંગરો-કોતરો અને સંપૂર્ણ પ્રાકૃતિક વિસ્તારમાં મહાદેવજી બિરાજમાન છે,મહાદેવ વિસ્તારની ફરતે આવેલ જંગલોમાં કુદરતી રીતે ઉગી નીકળેલા અનેકવિધ ઔષધિય વૃક્ષો અને વનસ્પતિઓ છે.

Contents
પાંડવોએ ગુપ્તવાસ સમયે નિવાસ કર્યો હોવાની લોકવાયકાસુરેશ પારેખ ( કપડવંજ )

મહાદેવના મંદિરમાં દધીચિ ઋષિની પ્રતિમા આવેલી છે. જે સુચવે છે કે તેમના સમયમાં આ સ્થાને પ્રાકૃતિક રીતે ઉદૃભવેલ શીવલીંગની પૂજા થતી હશે તેવી એક માન્યતા છે. લોક વાયકા પ્રમાણે આ સ્થાને પાંડવો ગુપ્તવાસ દરમ્યાન નિવાસ કર્યો હશે અને તેમને શિવજીની આરાધના કરી હશે તેમ માનવામાં આવે છે અને વાત્રક નદીમાં ભીમના પગલાં હોવાની પણ એક માન્યતા છે.તથા કેદારેશ્વર એ દ્વાપર યુગનું સ્મરણ હોય તેમ કહેવાય છે. સંન્યાસીઓ અને પરમહંસો માટે પરમ આનંદનું સ્થળ છે.પ્રતિ શ્રાવણ માસમાં તથા મહાશીવરાત્રીએ અહીં મેળો ભરાય છે તેમ મંદિરના ટ્રસ્ટીઓ ગોકળભાઇ પટેલ તથા પંકજભાઈ પંચાલે જણાવ્યું હતું.ઉત્તર ગુજરાતના સૌંદર્યધામ બાલારામ મહાદેવ જેવું કુદરતી લીલાઓથી સૌંદર્યવાન એવું આ સ્થળ છે. કેદારેશ્વર મહાદેવ સંકુલમાં બ્રહ્મલીન કમલેશ ભારતી દ્વારા નવ ગ્રહ,દશ દીગપાલ, સૂર્યમંદિર,વિષ્ણુ મંદિર તથા માં અન્નપુર્ણા માતાજીના મંદિરનું નિર્માાંણ કરવામાં આવ્યું હતું. હાલમાં મોહનાનંદ ભારતી
સેવાભાર સંભાળે છે.

ભૂતકાળમાં શિવલીંગને સ્પર્શ કરીને ઝરણું વહેતું હતું. જે ગુજરાતમાં આવેલ ભુકંપ બાદ બંધ થઈ ગયું. મંદિરનું શીવલીંગ સંપૂર્ણ રીતે કુદરતી છે અને આ સ્થાન પર શિવલીંગને પાદપક્ષાલ કરતું ઝરણું મહાદેવજીને અભિષેક કરીને નીકળતું હતું. જે ગુજરાતમાં ભયાનક ભુકંપ આવ્યો તે પછી ઝરણું વહેતું બંધ થઈ ગયું હતું. આ સ્થાનમાં મોહનદાસ ગુરુ છગનદાસજીના સમયકાળમાં મંદિરમાં આવેલ ધર્મશાળાઓનું નિર્માાંણ થયું હતું.તે સમયે આસપાસના લોકોના સહયોગ અને પરિશ્રમ દ્વારા આ સ્થાનનો અને મંદિર પરીસરનો વિકાસ કર્યો હતો. કાળક્રમે કેદારેશ્વર મહાદેવ મંદિરનો સમાજ અને શ્રેષ્ઠીઓ દ્વારા જીણોંધ્ધાર થયો છે. વર્તમાન સમયમાં કેદારેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તેલનાર ગામના લોકો દ્વારા વ્યવસ્થા કાર્ય સંભાળવામાં આવે છે.

પાડુંરંગદાદા, રંગઅવધૂત, રંગબાળ સહિત અનેક સંતો-મહાપુરુષોએ સાધના કરી હતી

અર્વાચીનકાળમાં અનેક સંતો મહંતોએ તપશ્ચર્યા કરી હતી.જેમાં સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પૂ.પાડુંરંગદાદાએ આ મંદિરના ગર્ભગૃહમાં શિવજીની પૂજા-અર્ચના કરી હતી. તેમજ સન-૧૯૩૯ના અરસામાં નારેશ્વરના સંત પૂ.રંગઅવધૂત મહારાજ આ સ્થાનક ઉપર એક માસ વિતાવ્યો હતો. અને શિવજીની આરાધના કરી હતી. આ સમય દરમ્યાન તેમને બોધમાલિકા નામના પુસ્તકની રચના કરી હતી. તેમના રોકાણ દરમ્યાન જંગલમાં વિચરણ કરતો વાઘ તેમની સામે આવ્યો હતો. તે સમયે મહાપુરુષને અહિંસામાં પ્રતિષ્ઠિત જોઈ વાઘ પણ હિંસા છોડી નત મસ્તક થઈ દર્શન કરી જંગલ તરફ રવાના થઈ ગયો હતો. આ ઘટના રંગઅવધૂતના સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. તેમજ કપડવંજના જગદીશાનંદજીએ (રંગબાળ) એ પણ અત્રે સાધના કરી હતી અને દત્તયાગ પણ કર્યો હતો. તથા રંગ પરિવારના ભક્તોએ જ્યાં જ્યાં રંગઅવધૂત પધાર્યા હતાં.તે સ્થાનો ઉપર ધૂન કરી હતી. જેમાં કેદારેશ્વર મહાદેવમાં પણ ધૂન કરવામાં આવી હતી.

 

સુરેશ પારેખ ( કપડવંજ )

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @narendramodi, Annapurna Mataji, Aravalli, area, breakingnews, currentnews, gandhinagar, gorges, gujarat, gujaratinews, hills, Holy place, Kapadvanj, Kedareshwar Mahadev, Kheda, latestnews, nine planets, oneindianews, Padunrangdada, Pandavas, place, Rangavadhut, Rangbal, shivling, Shravan month, Sun temple, ten digpals, topnews, vast, Vatrak river, Vishnu temple, અરવલ્લી, કપડવંજ, કેદારેશ્વર મહાદેવ, કોતરો, ખેડા, ગાંધીનગર, ગુજરાત, ડુંગરો, દશ દીગપાલ, નવ ગ્રહ, પવિત્ર ધામ, પાંડવો, પાડુંરંગદાદા, માં અન્નપુર્ણા માતાજી, રંગઅવધૂત, રંગબાળ, વાત્રક નદી, વિશાળ, વિષ્ણુ મંદિર, વિસ્તાર, શીવલીંગ, શ્રાવણ માસ, સૂર્યમંદિર, સ્થાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 7, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર…’ ટેરિફ વૉર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન
Next Article બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?