Skip to content
રવિવાર, નવેમ્બર 22, 2026 Ahmedabad 27°C

ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણીમાં હોંશભેર જોડાયાં વિદ્યાર્થીઓ

ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણીમાં હોંશભેર જોડાયાં વિદ્યાર્થીઓ

ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયાં. આ આયોજન માધ્યમિક અને પ્રાથમિક શાળા પરિવાર દ્વારા થયું.

વિશ્વ સિંહ દિવસ પ્રસંગે સરકારના આયોજન અને વન વિભાગ તથા શિક્ષણ વિભાગનાં સંકલન સાથે થયેલ ઉજવણીમાં સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં ઉત્સાહ સાથે કાર્યક્રમ યોજાઈ ગયો.

સિંહ દિવસ સિહોર તાલુકા સંયોજક મૂકેશ પંડિતની ઉપસ્થિતિ સાથે ઈશ્વરિયા ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહ ગૌરવ સૂત્રોચ્ચાર યાત્રા યોજી. ઈશ્વરિયા માધ્યમિક શાળા આચાર્ય ચિંતનકુમાર ત્રિવેદી અને પ્રાથમિક શાળા આચાર્ય કિશોરભાઈ ઢેઢીનાં માર્ગદર્શન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષક વિપુલભાઈ મકવાણા અને કેળવણી મંડળ અગ્રણી બાબુભાઈ મકવાણા જોડાયાં હતાં.

સિંહ દિવસ ઉજવણીમાં નિયત કાર્યક્રમ મુજબ થયેલ આયોજનમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયાં અને સિંહ પ્રત્યેની સંવેદના વ્યક્ત કરવા પ્રતિજ્ઞાબધ્ધ થયાં.

મૂકેશ પંડિત

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.