આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સોલ્ટ અર્જુનસિંહજી ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય રમત દિવસની નિમિત્તે કોલેજ ખાતે વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ટેબલ ટેનિસ તથા ખો-ખો સ્પર્ધાઓ યોજાઈ હતી.
કાર્યક્રમની શરૂઆત વોલીબોલની મેચ સાથે થઈ હતી. સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ ખેલાડીઓને મેડલ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, ખેલાડીઓ તથા અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન કોલેજના આચાર્ય ડૉ. ભાવના પરમારના માર્ગદર્શન હેઠળ મકવાણા સર દ્વારા કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય રમત દિવસનું આ આયોજન વિદ્યાર્થીઓમાં ખેલપ્રેમ, શિસ્ત અને ટીમસ્પિરિટ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયું હતું.
રિપોર્ટર – રાજદીપસિંહ ચૌહાણ (કઠલાલ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel