નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ “મૈત્રી” સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ગણપતિ દાદાની પ્રાર્થના કરી હતી. આ વર્ષે દેશભક્તિ ની થીમ ઉપર ગણેશ મહોત્સવ કરવામાં આવ્યો હતો સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોની સાથે તથા સમાજસેવા સાથે સંકળાયેલા દિવ્યાંગ બાળકો તથા વાલીઓ જોડાઈ આરતીનો લાભ લીધો હતો. તથા તેઓના હસ્તે મૈત્રી સંસ્થાના પટાંગણમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરી ભાવભરી વિદાય આપી હતી.
અંતમાં મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર ગણેશ મહોત્સવ કાર્યક્રમમાં સહકાર આપવા બદલ હૃદય પૂર્વક આભાર માન્યો હતો આ ગણેશજી ની મૂર્તિ ની માટી તથા પ્રસાદ બાળકો તથા ઉપસ્થિત સૌને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંતરામ નિત્ય દર્શન ગ્રુપ તથા ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક એમ એસ ડબલ્યુ ના વિદ્યાર્થીઓનો સહકાર સાંપડ્યો હતો.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel