વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ધામ ખાતે આવેલ સ્વા.મંદિરમાં ગણેશોત્સવની ઉજવણી ધામધુમ પૂર્વક કરાઇ હતી. તા.૨૭ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી મંદિર પરિસરમાં મંગલમૂર્તિ મોરીયાના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરના પાર્ષદ પાર્થભગત તથા હરિભક્તો વાજતે ગાજતે ગણપતિદાદાની મૂર્તિ લઇ મંદિર ખાતે પધાર્યા હતા. જ્યાં મંદિરના મુખ્ય પુજારી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી તથા આસી.કોઠારી ગુણસાગરસ્વામીએ વિઘ્નહર્તા ગણપતિદાદાનું ભાવભીનુ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બુધવારે સવારે મંદિર પરિસરમાં પૂ.લાલજી મહારાજશ્રી સૌરભપ્રસાદજી મહારાજે દુંદાળાદેવના વધામણા કરી પૂજન કર્યું હતું. આ પ્રસંગે મંદિરના મુખ્ય પુજારી હરિસ્વરૂપાનંદજી તથા મોટી સંખ્યામાં સંતો તથા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel