પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદનાઓની સૂચના તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા નડીઆદની સુચના અને માર્ગદશન તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર. વાજપાઈ નડીઆદ વિભાગ નડીઆદ નાઓના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ખેડા જીલ્લાના નાગરીકો સાથે થતા સાબયર ફ્રોડના ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડીઆદના PI વી.ડી.મંડોરા નાઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ.
જેના ભાગે રૂપે મહેમદાવાદ ખાત્રજ ચોકડી પાસે આવેલ State Bank of Indiaમાં એક Mule Bank Account મળી આવેલ હતી. જે બેન્ક ખાતાની તપાસ કરતા તેમાં ભારતના અલગ અલગ રાજયોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી ગુનાહિત કાવતરાના ભાગે રૂપે છેતરપીંડી કરી કોઇપણ રીતે સાયબર ફ્રોડના નાણાં ઓનલાઇન કુલ Rs.13,56,04,893/- જમા કરી-કરાવડાવી આગળ તેમના મળતીયા બેન્ક ખાતાઓમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી મોકલી આપેલાની હકીકત મળી આવેલ હતી.
જેથી સાયબર કાઇમ પો.સ્ટે નડીઆદના ગુ.ર.ન 112040692 50003/2025 ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ ૧૧૧(૨)(બી) ૬૧ (૨). ૩૩૬૭ \૩૩૮, ૩૪૦(૨),૩૧૮(૪) તથા આઇ ટી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૬ (સી), ૬૬(ડી), ૭૧, ૭૪ મુજબ સરકાર તરફે ગુન્હો નોંધી તપાસ કરતા આ વાંધાજનક State Bank of India ખાત્રજ બ્રાન્ચ એક્ટીવ Mule Bank Account સંડોવાયેલ વ્યક્તિઓ તપાસ કરતા સ્થાનિક તથા સુરતના રહીશોની સંડોવણી મળી આવતા જે બાબતે ઉડાણપુર્વક તપાસ કરતા આરોપીઓએ ગુનાહિત કાવતરાના ભાગરૂપે જાણીજોઇને ગેરકાયદેસર હેતુથી છેતરપીડી કરવાના ઇરાદે ખોટી બનાવટી ભાગીદાર પેઢી ઉભી કરી, તેમા ખોટા નામની પેઢીની ઓળખ ધારણ કરી, તેમજ ભૌતિક હકીકતને ખોટી રીતે UDYAM REGISTRATION CERTIFICATE મેળવી, આ સર્ટીફિકેટનો ખરા તરીકે ઉપયોગ કરી બેન્કમાં જમા કરાવી, બનાવટી ભાગીદારી પેઢીના નામે બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. સાયબર ફોડમાં લોકોના ગયેલ રૂપીયાની આપ-લે કરાવવા સારૂ આ બેન્ક ખાતુ ઓપન કરાવી, ઇન્ટરનેટ બેન્કીંગ શરૂ કરાવી, સદર બેન્ક ખાતું ખોલાવ્યા બાદ તેનું ઓનલાઇન બેન્કીંગ એક્સેસ અન્ય વ્યક્તિઓને આગળ આપી, કમીશન પેટે મોટી રકમ કેશથી મેળવતા હતા. જે સંબંધે પાંચ આરોપીઓ શોધી કાઢી અટક કરી પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ રાખવામાં આવેલ છે. જે ગુન્હાની આગળની તપાસ PI વી.ડી. મંડોરા સાયબર ક્રાઇમ પો.સ્ટે નડીઆદનાઓ ચલાવી રહેલ છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel