એક્લવાયું જીવન ગુજારતા 82 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી સોનાની બંગડીની લૂંટ કરી હતી
મહેમદાવાદમાં સુથારની ખડકીમાં એકલવાયું જીવન ગાળતા 82 વર્ષીય વૃદ્ધાની સોનાની બંગડીની લૂંટ કરનાર બન્ને યુવકોની જામીન અરજી નડિયાદ સેશન્સ કોર્ટે ફગાવી છે.આ અગાઉ આ બંન્ને યુવકોની મહેમદાવાદ તાલુકા કોર્ટે જામીન અરજી ફગાવી હતી.દસ દિવસ અગાઉ આર્થિક મોજશોખ માટે બન્ને યુવકોએ વૃધ્ધાની ચાર બંગડીઓ લૂંટી લીધી હતી.
મહેમદાવાદ શહેરમાં નડિયાદી દરવાજામાં આવેલી સુથારની ખડકીમાં ચંપાબેન પાદરીયા ઉ.82 એકલવાયુ જીવન ગાળે છે.તા.9 સપ્ટેમ્બર રાતના 2:00 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશતા વૃધ્ધાએ બૂમો પાડી હતી. જેથી અજાણ્યા શખ્સે વૃધ્ધાનું મોઢું દબાવીને તેના પર બેસી ગયો હતો ત્યારે તેની સાથે આવેલા બીજા શખ્સે વૃધ્ધાના બંન્ને હાથમાં પહેરેલી સોનાની 4 બંગડીઓ રૂ 6 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી વૃધ્ધાના ઘરેથી ચૌથા મકાનમાં રહેતા આયુષ કેતુલભાઈ પંચાલ અને આયુષનો મિત્ર ફરીદખાન ફિરોઝખાન પઠાણને ઝડપી પાડી ચોરીમાં ગયેલ સોનાની 4 બંગડીઓ રીકવર કરી હતી.ત્યારે બન્ને શખ્સોએ આર્થિક મોજશોખ પોષવા આ કૃત્ય કર્યું હતું. આ બાદ આયુષ અને ફરીદખાને સૌ પ્રથમ તા.13 સપ્ટેમ્બરના રોજ મહેમદાવાદ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે અરજી તા.16 સપ્ટેમ્બરના રોજ ચાલી જતાં સરકારી વકીલ કે. એ. સુથારની દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી બંન્નેની જામીન અરજી ફગાવી હતી.આ બાદ નડિયાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી શુક્રવારના રોજ ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ ધવલ આર.બારોટે કરેલી દલીલ કોર્ટ જજે માન્ય રાખી બન્ને શખ્સોની જામીન અરજી ફગાવી છે.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel