સનાતન હિંદુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાક્ષરનગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર્ષે નવરાત્રી પર્વનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદના ત્રણ જુદા જુદા સ્થળોએ વિશાળ ગરબા મહોત્સવોનું આયોજન થયું છે, જેમાં હજારો ખેલૈયાઓ ભક્તિ અને શક્તિની આરાધના કરવા માટે ગરબે ઘૂમશે. ઈકો ફ્રેન્ડલી, ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
નવરાત્રીના નવ દિવસ દરમિયાન આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લેશે. પારસ સર્કલ પાસે આવેલ બાસુદીવાળા ગ્રાઉન્ડ ખાતે સ્પંદન ગ્રૂપ નવરંગ નવરાત્રી બીટ્સ પરિવાર દ્વારા નોંધણી કરાવેલ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પીપલગ રોડ પર આવેલ રાધે ફાર્મ ખાતે નવદુર્ગા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ જ માર્ગ પર આગળ બાળકો અને કિશોરો માટે ખાસ વૃંદાવન ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને ગરબા મહોત્સવનું આયોજન ‘મા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે ધારાસભ્ય પંકજ દેસાઈના અધ્યક્ષ સ્થાને બાસુદીવાળા ગ્રાઉન્ડ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પત્રકારોને સંબોધતા ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે, નડિયાદના ગરબા રસીકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબે રમી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ખાસ સેફ્ટીને અનુલક્ષી ગ્રાઉન્ડ ફર કરવામાં આવી છે. ગરબાના ગ્રાઉન્ડમાં બ્રાઉન્સરો સુરક્ષાની કામગીરી કરશે તો પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત રહેશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ખેડા અને આણંદ જિલ્લામાં નડિયાદમાં આ ત્રણેય ગરબા સ્થળે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજ અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓના હસ્તે ‘મા જગદંબા’ની આરતીનું આયોજન કરાયું છે. આ ઉપરાંત સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે પણ 9 પૈકી 1 દિવસ ફાળવી તેઓ પણ ગરબા રમી શકે તેવું આયોજન કરાયું છે. આમ આ આયોજનથી નડિયાદમાં ભક્તિ અને એકતાનો અનોખો માહોલ ઊભો થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel