પોલીસ અધિક્ષક વી.જે. પટેલ નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ રાખેલ સ્પેશિયલ ડ્રાઇવ અનુસંધાને ના.પો.અધિ. વી.એન.સોલંકી નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આઇ.સોલંકી પોલીસ ઇન્સ્પેકટર મહેમદાવાદ નાઓના માર્ગદર્શન આધારે સર્વેલન્સ સ્કોડના પોલીસ માણસો પેટ્રોલીગમાં હતા.
દરમ્યાન આહેડકો વિનોદભાઇ ભેમાભાઇ તથા આ.પો.કો અલ્પેશકુમાર કનૈયાલાલ નાઓને બાતમી હકીકત મળેલ કે મહેમદાવાદ પો.સ્ટે એફ.આઇ.આર નંબર-૧૦૧૧/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬પઇ, ૮૧,૮૩ મુજબ તથા કઠલાલ પો.સ્ટે એફ.આઇ.આર નંબર-૩૧/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨),૯૯ મુજબના ગુનામાં નાસતા-ફરતા આરોપી ભેમાજી ઉર્ફે ભીમો વર્ધાજી મારવાડી મુળ રહે.મહેમદાવાદ બાલામાતાના મંદીર પાસે કણજીપાડ વિસ્તાર તા. મહેમદાવાદ જી.ખેડા ને રાસ્કા ચેક પો.સ્ટ થી બાતમી આધારે પકડી ગુના સબંધે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુનાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી અત્રેના મહેમદાવાદ પો.સ્ટે ના ગુનામાં અટક કરવામાં આવેલ છે. તેમજ કઠલાલ પો.સ્ટે એફ.આઇ.આર નંબર-૩૧/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ,૯૮(૨),૯૯ ના ગુનાના કામે આરોપીને મેળવી લેવા તજવીજ કરવામાં આવેલ છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel