ખેડા જિલ્લામાં નડિયાદના ગરબા રસીકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબે રમી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ખાસ સેફ્ટીને અનુલક્ષી ગ્રાઉન્ડ ફર કરવામાં આવી છે. ગરબાના ગ્રાઉન્ડમાં સુરક્ષાની કામગીરી માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે.
સનાતન હિંદુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાક્ષરનગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે આ વર્ષે નડિયાદમાં નવરાત્રી પર્વનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદના ત્રણ જુદા જુદા સ્થળોએ વિશાળ ગરબા મહોત્સવોનું આયોજન થયું છે, જેમાં હજારો ખેલૈયાઓ ભક્તિ અને શક્તિની આરાધના કરવા માટે ગરબે ઘૂમશે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લેશે.
આ સંદર્ભે ખેડા જિલ્લા પોલીસ દ્વારા સતર્કતા દાખવી ચાપતી નજર રખાશે, આ
સાથે નવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડની નજીક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. બીજી તરફ મહિલા સુરક્ષા સી-ટીમ સ્ટાફ પણ ગ્રાઉન્ડમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને નજર રાખશે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel