નડિયાદ ખાતે સહકારી શિક્ષણ પર પરિષદનું આયોજન કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બીપીનભાઈ ગોતા (વાઇસ ચેરમેન – ગુજકોમાસોલ, ડિરેક્ટર – KRIBHCO તથા CWC ) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પંકજભાઈ દેસાઈ (નડિયાદ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય), તેજશકુમાર બી. પટેલ (ચેરમેન – કે.ડી.સી.સી. બેંક), વિપુલભાઈ પટેલ (ભૂતપૂર્વ ચેરમેન – અમૂલ ડેરી,ડિરેક્ટર – કે.ડી.સી.સી. બેંક), રણજીતસિંહ વાઘેલા (ડિરેક્ટર – કે.ડી.સી.સી. બેંક), એસ.બી. પંડ્યા (SMM), મનોજભાઈ પટેલ (R.G.B. – KRIBHCO તથા ડિરેક્ટર – ગુજકોમાસોલ), દીગવેન્દ્રસિંહ વાઘેલા (ચેરમેન – નડિયાદ તાલુકા ખરીદ-વેચાણ સંઘ) હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમાં બીપીનભાઇ ગોતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓ છેવડાના માનવી સુધી પહોંચે તથા છેવાડાનો માનવી આર્થિક રીતે સમૃદ્ધ થાય તે વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અનુસંધાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘સહકાર થી સમૃદ્ધિ’ના સ્વપ્નને સાકાર કરતા દેશના ગૃહ અને પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કેડીસીસી બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલે જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓ ખેડૂતને સ્વાવલંબન તરફ દોરી જશે તે વિષય ઉપર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સહકારી ક્ષેત્રમાં શિક્ષણ, તાલીમ અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવાનો હતો. પરિષદ દરમિયાન સહકારી આંદોલનની ભૂમિકા, ખેડૂત કલ્યાણ, ગ્રામિણ વિકાસ, યુવાનોની ભાગીદારી તેમજ આધુનિક સમયમાં સહકારી સંસ્થાઓ સામેના પડકારો અને તકો વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel