જીવ સંકલ્પમાં સ્વાર્થ હોય શકે, શિવ સંકલ્પમાં પરમાર્થ જ હોય તેમ મોરારિબાપુએ રામકથા ગાન કરતાં કહ્યું. પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર સ્થાનમાં ભાવિકો રામકથા લાભ લઈ રહ્યાં છે.
ગોહિલવાડના પાલિતાણા ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ લાભ મળી રહ્યો છે. અહીંયા સ્થાનિક તેમજ બહારથી સાધુ, સંતો, ધર્માચાર્યો અને અન્ય મહાનુભાવો કથામૃત લાભ લેવાં ઉમટી રહ્યાં છે.
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર સ્થાનમાં લાલગિરીબાપુનાં સંકલ્પ નેતૃત્વ સાથેના આયોજનમાં રામકથા પારાયણના ત્રીજા દિવસે મોરારિબાપુએ ક્થા પ્રવાહ સાથે પ્રાસંગિક ચિંતનમાં ભાવિકોને રસતરબોળ કર્યા.
મોરારિબાપુએ રામકથા ગાન કરતાં કહ્યું કે, જીવ સંકલ્પમાં સ્વાર્થ હોય શકે, શિવ સંકલ્પમાં પરમાર્થ જ હોય. આ તત્ત્વ એ હાર્દિક હોય, બૌધ્ધિક નહિ, તેમ પણ ઉમેર્યું.
આજની કથામાં પ્રારંભે મોરારિબાપુએ ત્રિવેણી સનાતન ઉલ્લેખ સાથે આ ક્ષેત્ર પ્રદેશ ત્રિવેણી વૈચારિક ભૂમિ ગણાવી અંહીંના મહાપુરુષો હરિરામબાપા ગોદડિયા, બજરંગદાસબાપુ તથા રણછોડદાસજીબાપાનું સ્મરણ કરી તેઓને સત્યમ્, શિવમ્ અને સુન્દરમ્ ગણાવી વંદના ભાવ વ્યક્ત કર્યો. આ સાથે જ અહીંયા જૈન પરંપરા, ભૈરવનાથ સ્થાન વગેરે ઉલ્લેખ કરાયો.
ક્થા પ્રસંગ વર્ણન અને ચિંતન સાથે મોરારિબાપુએ સનાતન પરંપરા અનિવાર્ય ગણાવી તે સાથે સારા વિચારો માટે પણ ભારપૂર્વક અનુરોધ કર્યો. આજની કથામાં ‘વિદ્યા તીર્થે જગતી વિભૂતા…’ શ્લોક ગાન કરી મોરારિબાપુએ વિવિધ અપરાધ સામે સ્વાભાવિક પસ્તાવાનો મહિમા વર્ણવ્યો.
યુવાન વિદ્યાર્થીઓને મોરારિબાપુએ પોતાની પરીક્ષા અભ્યાસ માટે પાઠ્યપુસ્તકો સાથે વિશેષ સદ સાહિત્ય અભ્યાસની શીખ આપી કહ્યું કે, પાઠ્યપુસ્તકો પરીક્ષામાં અને સદ સાહિત્ય પરમની પ્રતીક્ષામાં કામ આવશે.
રામકથામાં પાલિતાણા ઉપરાંત સમગ્ર ગોહિલવાડ તેમજ દૂર સુદુરથી સંતો, મહંતો, ધર્માચાર્યો, અગ્રણીઓ સાથે સૌ ભાવિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે, ઉનાળામાં ગરમીમાં પણ સનાતન કથામૃતની શીતળતા મેળવી રહ્યાં છે.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel