ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ થયેલ છે. આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં આ ઘટના સર્જાઈ છે.
આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામનાં ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલાં પાણીમાં બપોરના સમયે ન્હાવા પડેલાં આંબલા ગામના યુવાનો પૈકી હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક ડૂબી જવા પામેલ. આ ઘટનાની જાણ તાલુકા તંત્રને થતાં મામલતદાર સતીશભાઈ જાબુચા દોડી ગયાં હતાં. આ યુવકના ડૂબવાના સમાચારથી ૧૦૮ બચાવ વિભાગના ભરતસિંહ પરમાર અને સંજયભાઈ ચૌહાણ સાથે સિહોર નગરપાલિકા આપાતકાલીન બચાવ ટુકડીના જતીનભાઈ રાઠોડ, ભરતભાઈ મોરી અને લાલાભાઈ રાઠોડ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
આ ઘટના સર્જાતા ભાવનગર અગ્નિશમન આપાતકાલીન ટુકડીના રમેશભાઈ રબારી, શ્રી રવિરાજસિંહ ચુડાસમા, અરવિંદભાઈ ચૌધરી, નરેશભાઈ માલમ સાથે સાગરભાઈ ભાદરકા અને રાકેશભાઈ ચૌધરી દોડી ગયા હતા અને ઉપકરણો સાથે બચાવ કામ શરૂ કરેલ. આ દરમિયાન મોડી સાંજ સુધી શોધખોળ છતાં પાણી ખાણમાં ડૂબેલા યુવક મળી શકેલ નથી.
આ ઘટનાથી તલાટી મંત્રી મૂકેશભાઈ પરમાર, અગ્રણીઓ અમિતભાઈ લવતુકા, મૂકેશ પંડિત, ત્રિકમભાઈ નાકરાણી, વિક્રમભાઈ મકવાણા સહિત ઈશ્વરિયા, રામધરી, આંબલા આજુબાજુના કાર્યકર્તા ગ્રામજનો દોડી ગયાં હતા.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel