સુરત શહેરના સારોલી વિસ્તારમાં માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે. એક 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુરાચારની ગંભીર ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. સારોલી પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીનને ધરપકડ કરી છે.
ઘટનાની વિગત : એકલતાનો લાભ લઈ ગુનો
માહિતી મુજબ, સારોલી વિસ્તારના કૃષ્ણા પાર્ક ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં રહેતા શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકી ઘરે એકલી હતી. માતા થોડા સમય માટે બહાર જતા આ તકનો લાભ લઈને પડોશમાં રહેતા આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીને બાળકી સાથે ગંભીર અપ્રાકૃતિક હરકતો કરી હતી.
આ ઘટના 23 એપ્રિલ, 2026ના રોજ બપોરના સમયે બની હોવાનું જાણવા મળ્યું છે.
રંગેહાથ ઝડપાયો આરોપી
બાળકીની માતા અચાનક પરત ફરતા આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. માતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્રિત થયા અને આરોપીને પકડી લીધો. બાદમાં પોલીસને જાણ કરી તેને હવાલે કરવામાં આવ્યો.
પોલીસ કાર્યવાહી અને ગુનો નોંધાયો
સારોલી પોલીસએ પીડિતાના પરિવારની ફરિયાદના આધારે આરોપી સામે કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
અગાઉની ઘટનાઓથી વધ્યો ચિંતાનો માહોલ
મહત્વનું છે કે, સારોલી વિસ્તારમાં થોડા સમય પહેલા પણ આવી જ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ સતત બનતી ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને સુરક્ષા અંગે ચિંતા વધી છે.
સ્થાનિક રહેવાસીઓએ વિસ્તારમાં વધુ કડક પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel