શિવાજી ફાઉન્ડેશન દ્વારા આગામી ૦૧ મે થી ૦૭ મે, ૨૦૨૬ દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ-ડાકોર રોડ, ભારત પેટ્રોલ પંપની પાસે, આડીનાર ચોકડી ખાતે બે વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ૦૩ મે રવિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ૦૭ મે ના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહીને નવ દંપતીઓને શુભેચ્છા અને આશીર્વાદ આપશે.
સમાજની એવી દીકરીઓ કે જેમણે પોતાના માતા-પિતા ગુમાવ્યા છે અથવા જેઓ આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવે છે. તેમના જીવનમાં એક નવી આશા અને સુખદ શરૂઆત કરાવવાના ઉમદા ઉદેશ્યથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ વિશે વધુ માહિતી આપતા મહેસુલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે આ મહોત્સવની પ્રથમ કડીરૂપે. તા.૩ મે, ૨૦૨૬, રવિવારના રોજ ૧૦૧ દીકરીઓનો ચોથો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ પરંપરાગત સેવાયજ્ઞની શરૂઆત તા. ૧ મે ના રોજ ભગવાન રામદેવજી મહારાજના ૫૧ જ્યોતના પાઠ અને જાણીતા કલાકારો દ્વારા ભજન સંધ્યાથી કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવમાં મહુધા વિધાનસભાની ભજન મંડળીની ૩ હજારથી વધુ બહેનો એકસમાન ડ્રેસકોડ સાથે અલગ-અલગ વિભાગોમાં સ્વયંસેવક તરીકે સેવા આપશે.
ત્યારબાદ તા. ૨ મે ના રોજ ગણેશ સ્થાપના અને ગૃહશાંતિ જેવી ધાર્મિક વિધિઓ યોજાશે. લગ્નના મુખ્ય દિવસે સવારે ૯:૦૦ કલાકે હસ્તમેળાપ અને બપોરે ૨:૦૦ કલાકે ભાવભીની કન્યા વિદાય કરવામાં આવશે.
ત્યારબાદ, તા. ૭ મે, ૨૦૨૬, ગુરુવારના રોજ તળપદા સમાજની દિકરીઓ માટે સૌપ્રથમવાર પ્રથમ આદર્શ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૫૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી ઉપસ્થિત રહીને નવદંપતિઓને આશીર્વાદ આપશે.
આ પ્રસંગની ઉજવણી રૂપે તા. ૫ મેં ના રોજ જાણીતા કલાકારો રાકેશ બારોટ અને કાજલ મહેરિયાના સુમધુર કંઠે ભવ્ય ગરબા અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel