શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય, નડિયાદના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (CBSE બોર્ડ) ના માર્ચ 2026 ના પરિણામમાં શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું છે. શાળાનો કુલ પરિણામ 97.56% નોંધાયો છે, જે સંસ્થા માટે ગૌરવની બાબત છે.
આ વર્ષે પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે. તેમાં ખાસ કરીને:
નૂતન જયંતિલાલ મારવાડી — A1 ગ્રેડ સાથે 98.47 PR મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
અન્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં:
હેપ્પી હિરેનભાઈ સૈકદ — 97.37 PR
ભાર્ગવ કનુભાઈ તનપાળા — 93.53 PR
હેત નિરેશકુમાર શાહ — 91.38 PR
વનરાજસિંહ કનુભાઈ સોલંકી — 92.28 PR
પ્રિયંકા રાજેશ તેલી — 91.69 PR
હેત ગોપાલભાઈ જોષી — 90.30 PR
શાળાના તમામ સફળ વિદ્યાર્થીઓને શ્રી સંતરામ મંદિર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ સફળતા પાછળ શિક્ષકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના મહેનતનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે.
શ્રી સંતરામ વિદ્યાલય પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel