પ્રદેશ અને દેશમાં અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં રહ્યાં છે. થોડા દિવસો દરમિયાન અકસ્માત ભોગ બનનાર ૬૮ વ્યક્તિઓનાં વારસદારને રૂપિયા ૧૦,૨૦,૦૦૦ સંવેદના સહયોગ અર્પણ થઈ રહેલ છે.
મોરારિબાપુ દ્વારા ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત દેશ દુનિયામાં સર્જાતી દુર્ઘટનાથી સંવેદના સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે. પ્રદેશ અને દેશમાં અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં રહ્યાં છે.
છેલ્લા થોડા દિવસો દરમિયાન અકસ્માત ભોગ બનનાર ૬૮ વ્યક્તિઓનાં વારસદારને રૂપિયા ૧૫ હજાર લેખે કુલ રૂપિયા ૧૦,૨૦,૦૦૦ સંવેદના સહયોગ અર્પણ થઈ રહેલ છે.
આ યાદી મુજબ તારાપુર વટામણ ધોરીમાર્ગ પર ફતેપુરા ગામ પાસે સર્જાયેલ વાહન અકસ્માતમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનાં છોટી સરની ગામનાં ૪ શ્રમિકો, સુરત પાસે માંડવી નજીક કાંકરાપાર તળાવમાં ડૂબી જતાં વાંકલા ગામની ૪ વ્યક્તિ, ચોટિલા રાજકોટ ધોરીમાર્ગ પર સાંગાણી ગામ નજીક અકસ્માત થતાં વાહન સળગી જતાં ૪ યાત્રિકો, મોરબી પાસે જૂના સાદુળકા ગામે પાણીનાં ખાડામાં ડૂબી જતાં ૨ યુવાન અને ૧ કિશોર એમ ૩ વ્યક્તિ, રાજુલા પાસે આવેલા ધાતરવડી તળાવમાં ન્હાવા ગયેલાં ધાખડાનગર વિસ્તારમાં રહેતાં ૨ કિશોરો, રણુજા યાત્રા કરી આવતાં વખતે રાજસ્થાનમાં આસોતર પાસે નીલ ગાય બચાવવા જતાં અકસ્માતમાં બનાસકાંઠા થાવર ગામની ૩ વ્યક્તિ, ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં ધીરહરા વિસ્તારમાં વાહન અકસ્માતમાં ૮ તથા બહરાઈચ પાસે વાહન અકસ્માતમાં ૪ વ્યક્તિ, એમ ૧૨ વ્યક્તિ, મુંબઈ અમદાવાદ ધોરીમાર્ગ પર પાલઘર ધાનીવટી ગામ પાસે દહાણુ તાલુકાના બાપુ ગામથી સગાઈમાં જતા વાહન અકસ્માતમાં ૧૩ વ્યક્તિ, સણોસરા પાસે વાહન અકસ્માતમાં હડમતિયા ગામના પિતા પુત્ર એમ ૨ વ્યક્તિ, અમરેલી લાઠી માર્ગ ઉપર કેરાળા ગામ પાસે વાહન અકસ્માતમાં સમઢિયાળા બગસરાના ૩ વ્યક્તિઓ, તળાજા પાસે સરતાનપર ગામનાં દરિયામાં ન્હાવા જતાં ૨ બાળકો, માળિયા હરિપર નજીક વાહન અકસ્માતમાં ૪ વ્યક્તિ, મુંબઈ આગ્રા ધોરીમાર્ગ પર ધૂળે નજીક લાલિંગઘાટ પર વાહન અકસ્માતમાં ૬ વ્યક્તિ અને આગ્રા લખનઉ માર્ગ પર ઉન્નાવ જિલ્લાના ઓરસ વિસ્તારમાં બસ પલટી જતાં ૬ વ્યક્તિ એમ આ અકસ્માતોમાં કુલ ૬૮ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.
આ ભોગ બનનારના વારસદારને અથવા જે તે રાજ્યના મુખ્ય મંત્રી રાહત ભંડોળ દ્વારા કુલ રૂપિયા ૧૦,૨૦,૦૦૦ મોકલવામાં આવી રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel