વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં સોમવારની મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ઉનાળાની ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદે અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચાડતાં લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના સમયે ઉત્તર દિશામાંથી વાવાઝોડા સમાન ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. પવનના જોરદાર સુસવાટા સાથે આકાશમાં ગાજવીજ શરૂ થઈ હતી અને ત્યારબાદ વરસાદ વરસતા વાતાવરણ એકાએક બદલાઈ ગયું હતું. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી, જ્યારે કેટલીક જગ્યાએ મોટા વૃક્ષો પણ મૂળ સહિત ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું છે.
પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પશુઓને બાંધવા માટે બનાવવામાં આવેલા ટીનના શેડ અને છાપરાં ભારે પવનના કારણે ઉડી ગયા હતા અથવા જમીનદોસ્ત થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ પશુપાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હોવાનું સામે આવ્યું છે.
તોફાની પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. વીજ લાઈનો પર વૃક્ષોની ડાળીઓ પડતાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે ગ્રામજનોને રાત્રિના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વીજ વિભાગની ટીમોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી પુરવઠો પૂર્વવત કરવા પ્રયાસો શરૂ કર્યા હતા.
અચાનક આવેલા આ વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. ખેતરોમાં સંગ્રહ કરાયેલ ઘાસચારો તેમજ અન્ય કૃષિ સામગ્રીને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો હતો ત્યારે અચાનક આવેલા આ તોફાની વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી દીધી હતી, પરંતુ સાથે સાથે નુકસાન પણ સર્જ્યું છે.
તોફાની પવનના લીધે ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ વૃક્ષ પડી જવાના કારણે લોકો મોતને ભેટ્યા છે વૃક્ષ ધરાસાઈ થવાના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે જેમાં ક્યાંક વાહનની અવર જ્વર બંધ થઈ જવા પામી છે તો પંથકમાં ક્યાંક આકાશી વીજળી પડવાથી પશુઓ મોતને ભેટ્યા છે ખેડૂત પરિવારોએ ઉનાળુ સીઝનમાં કરેલું બાજરીનુ વાવેતરમાં મોટા પાયે નુકશાન સર્જાયું છે જેમાં કણ અને ઘાસચારો બંને નાશ પામે તેવી દહેસ્ત સર્જાતા ખેડૂત સહિત ખેતમજુર પરિવારોમાં ચિંતા વ્યાપી છે
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel