click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુશાસનના 12 વર્ષ અને વિકસિત ભારત તરફ હરણફાળ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના માર્ગો બન્યા આધુનિક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુશાસનના 12 વર્ષ અને વિકસિત ભારત તરફ હરણફાળ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના માર્ગો બન્યા આધુનિક
Gujarat

સુશાસનના 12 વર્ષ અને વિકસિત ભારત તરફ હરણફાળ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના માર્ગો બન્યા આધુનિક

ભારતમાલા પરિયોજનાથી ગુજરાતને મળી નવી ગતિ: 1068 કિલોમીટરના માર્ગ નેટવર્કથી ગુજરાત ફાસ્ટ લેન પર

Last updated: 2026/06/11 at 2:34 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE
Highlights
  • તાજેતરમાં જ વડાપ્રધાનના હસ્તે વડોદરા- મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7નું લોકાર્પણ કરાયું
  • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ઔદ્યોગિક મહાનગરો વચ્ચે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો
  • ગુજરાતમાં લૉજિસ્ટિક્સ વધુ કાર્યક્ષમ બન્યું, માર્કેટ અને ફેક્ટરીઓ વચ્ચે એક્સેસમાં સુધારો થવાથી ઉદ્યોગોને ફાયદો
  • રાજ્યના બંદરો સુધી મજબૂત કનેક્ટિવિટી, રોજગારીમાં વધારો અને માલસામાનની ઝડપી હેરફેર શક્ય બની

આ વર્ષે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે 12 વર્ષ પૂર્ણ થયા છે. 26 મે, 2014ના દિવસે તેમણે દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના દૂરંદેશી નેતૃત્વમાં, ગુજરાતે દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના માર્ગોને આધુનિક બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું, જેથી રાજ્યમાં પરિવહન વધુ સુગમ બને, ઔદ્યોગિક વિકાસ ઝડપી થાય અને વિકાસનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે. આવી જ રીતે સમગ્ર દેશમા મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે તેમના દિશાનિદર્શનમાં વર્ષ 2017માં ભારતમાલા પરિયોજના શરૂ કરવામાં આવી હતી.

Contents
ગુજરાત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પરિયોજનાભારતમાલા પરિયોજનાની સફળતા

ભારતમાલા પરિયોજના એ સમગ્ર દેશમાં હાઇવેના વિકાસ માટેની એક મહત્વપૂર્ણ પરિયોજના છે, જેથી રસ્તાઓ પર કાર્ગોની અવરજવરમાં સુધારો થાય, લૉજિસ્ટિક્સ ખર્ચ ઓછો થાય અને આર્થિક કૉરિડોર, સરહદી રસ્તાઓ, દરિયાકાંઠાના રસ્તાઓ અને એક્સપ્રેસવેના નેટવર્ક દ્વારા દેશભરમાં કનેક્ટિવિટીમાં વધારો થાય. આ પરિયોજના અંતર્ગત સમગ્ર દેશમાં 50 આર્થિક કોરિડોરનું નિર્માણ, 550 જિલ્લાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગના લિન્કેજથી જોડાણ આપવું અને રોડ મુસાફરીના સરેરાશ સમયમાં સુધારો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં આ પરિયોજના અંતર્ગત ગુજરાતમાં 1068 કિલોમીટર જેટલા આધુનિક માર્ગોના નેટવર્કથી ગુજરાતના વિકાસને નવી દિશા મળી છે.

આ પરિયોજના અંતર્ગત દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટિવિટી વધારવાનો પણ ઉદ્દેશ છે. સાથોસાથ જામનગર, કંડલા અને મુન્દ્રા જેવા બંદરો પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાની નેમ રાખવામાં આવી છે.

ગુજરાત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પરિયોજના

જ્યારે ભારત સરકારે 2017માં ભારતમાલા પરિયોજના શરૂ કરી, ત્યારે ગુજરાતને સમગ્ર કાર્યક્રમમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રાજ્યોમાંના એક તરીકે ઓળખવામાં આવ્યું હતું. 1600 કિમીથી વધુનો દરિયાકિનારો, મહત્વપૂર્ણ ઔદ્યોગિક કોરિડોર અને મુન્દ્રા, કંડલા અને હજીરા જેવા બંદરો સાથે, ગુજરાતને એવા હાઈવે નેટવર્કની જરૂર હતી જે રાજ્યની આર્થિક મહત્વાકાંક્ષાઓ સાથે મેળ ખાય. ભારતમાલા હેઠળ વિકસિત માર્ગ નેટવર્કે આ બંદરોને રાજ્યના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારો સાથે વધુ ઝડપી અને કાર્યક્ષમ રીતે જોડ્યા છે. આજે ગુજરાતમાં આ પરિયોજનાના પ્રથમ તબક્કામાં ₹65,000 કરોડના ખર્ચે 1557 કિલોમીટરના 45 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાથી 1068 કિલોમીટર માર્ગ નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. અત્યાધુનિક માળખાગત સુવિધાઓ વિકસિત કરવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી પૂર્ણ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.

આ પરિયોજના અંતર્ગત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી અંદાજે 125 કિ.મી લંબાઇનો માર્ગ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે (6 લેન) તરીકે નિર્માણ કરવામાં આવ્યો છે. તે સિવાય અમૃતસર-જામનગર વચ્ચે આશરે 1256 કિલોમીટરનો ઇકોનોમીક કોરિડોર પણ નિર્માણ થવાનો છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પણ આ પરિયોજનાના મહત્વપૂર્ણ માર્ગો છે, જે રાજ્યના આર્થિક વિકાસને આગળ ધપાવી રહ્યા છે.

ભારતમાલા પરિયોજનાની સફળતા

માલની ઝડપી હેરફેર: ભારતના સૌથી વ્યસ્ત ફ્રેઈટ કોરિડોરની યાદીમાં ગુજરાતનો સમાવેશ થાય છે. ભારતમાલા હેઠળ અપગ્રેડ કરાયેલા હાઈવેના લીધે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ઝડપી અને ટ્રાફિકમુક્ત પરિવહન સાથે લોજિસ્ટિક્સના ખર્ચમાં પણ ઘટાડો થયો છે.

બંદરો વચ્ચે મજબૂત કનેક્ટિવિટી: ભારતમાલા પરિયોજના અંતર્ગત દરિયાકાંઠા અને બંદરોને જોડતા રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેના લીધે હાઈવે અને બંદરો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત બની છે.

રોજગાર અને સ્થાનિક અર્થતંત્ર: હાઈવે બાંધકામથી આ ક્ષેત્રમા સંકળાયેલા વિવિધ વર્ગના લોકોને નોકરીની તકો મળી છે. સ્થાનિક વ્યવસાયને પણ તેનાથી વેગ મળ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઝડપી જમીન સંપાદન, સમયસર મંજૂરીઓ અને આ પરિયોજનાનું સરળ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI) સાથે નજીકથી કામ કરે છે. તેના લીધે ગુજરાતમાં આ પરિયોજના હેઠળ સફળતાપૂર્વક કામગીરી પૂરી કરવામાં આવી છે. ભારત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર નિર્માણના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે, ભારતમાલા પરિયોજના તે વિકાસના લક્ષ્યને ઝડપથી પ્રાપ્ત કરવા માટે એક મજબૂત આધાર આપે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Ahmedabad Dholera Expressway, Ahmedabad Dholera Expressway News, Bharatmala Highway Network, Bharatmala Pariyojana, Bharatmala Phase 1, Bharatmala Project Gujarat, Bharatmala Project in Gujarat, Bharatmala Success Story, Breaking news, CM Gujarat, Delhi Mumbai Expressway, Delhi Mumbai Expressway Gujarat, Economic Corridor India, gujarat, Gujarat Development, Gujarat economic growth, Gujarat Growth Engine, Gujarat highway development, Gujarat Infrastructure, Gujarat Infrastructure Development, Gujarat Logistics Network, Gujarat Port Connectivity, Gujarat Road Connectivity, Jamnagar Port, Kandla Port Connectivity, latest news, Logistics Corridor India, Mundra Port Connectivity, Narendra Modi, Narendra Modi 12 Years, National Highway Development, newschannelinindia, NHAI Gujarat, NHAI Projects in Gujarat, NHAI ગુજરાત, oneindianews, oneindianewsgujarat, PM Modi 12 Years Achievement, PM Modi Development Model, PM Modi Development Projects, Road connectivity India, top news channel, Viksit Bharat 2047, Viksit Bharat 2047 vision, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે, કંડલા પોર્ટ, ગુજરાત આર્થિક વિકાસ, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ગુજરાત ગ્રોથ એન્જિન, ગુજરાત રોડ નેટવર્ક, ગુજરાત વિકાસ, ગુજરાત હાઇવે વિકાસ, જામનગર બંદર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે કનેક્ટિવિટી, નરેન્દ્ર મોદી 12 વર્ષ, ભારતમાલા પરિયોજના, ભારતમાલા પ્રોજેક્ટ ગુજરાત, ભારતમાલા યોજના, ભુપેન્દ્ર પટેલ, મુન્દ્રા પોર્ટ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રોડ કનેક્ટિવિટી ગુજરાત, વિકસિત ભારત ૨૦૪૭

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 11, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અભિષેક બેનર્જીને કલકત્તા હાઇકોર્ટનો મોટો આદેશ : CID સમક્ષ હાજર થવું પડશે, પરંતુ 3 અઠવાડિયા સુધી ધરપકડ નહીં
Next Article TMCમાં વધુ એક મોટો વિસ્ફોટ! કલ્યાણ બેનર્જીનો અભિષેક સામે ખુલ્લો બળવો, કહ્યું- ‘મમતા નક્કી કરે, હું કે અભિષેક?’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?