click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમૂલ ડેરી, આણંદ દ્વારા વિરપુર ખાતે પશુ ચિકિત્સા કેન્દ્ર તથા વાછરડી ઉછેર કેન્દ્ર માટે નવા સંકુલનું ભૂમિપૂજન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમૂલ ડેરી, આણંદ દ્વારા વિરપુર ખાતે પશુ ચિકિત્સા કેન્દ્ર તથા વાછરડી ઉછેર કેન્દ્ર માટે નવા સંકુલનું ભૂમિપૂજન
GujaratMahisagar

અમૂલ ડેરી, આણંદ દ્વારા વિરપુર ખાતે પશુ ચિકિત્સા કેન્દ્ર તથા વાછરડી ઉછેર કેન્દ્ર માટે નવા સંકુલનું ભૂમિપૂજન

આજ રોજ અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને વધુ સશક્ત બનાવવા તથા પશુ આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે વિરપુર ખાતે વાછરડી ઉછેર કેન્દ્ર, પશુ ચિકિત્સા કેન્દ્ર અને કર્મચારી સુવિધા માટે નવા સંકુલનું ભૂમિપૂજન અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું.

Last updated: 2026/06/30 at 5:57 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

આ પ્રસંગે અમૂલ ડેરીના વાઈસ ચેરમેન વિજયભાઈ પટેલ, અમૂલ ડેરીનું નિયામક મંડળ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ મંત્રી મુક્તિબેન જોશી, માજી મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, વિરપુર સંગઠન પ્રમુખ કિરીટભાઇ પટેલ, સામાજીક આગેવાન માજી ઉપાધ્યક્ષ જેઠાભાઇ વણકર, તાલુકા સભ્ય એ.બી. ખોટ, અમૂલના માજી નિયામક મંડળના સભ્ય રાધુસિંહ પરમાર, અમૂલ ડેરીના મનેજિંગ ડિરેક્ટર, દૂધ ઉત્પાદક ભાઈઓ-બહેનો તેમજ અમૂલના કર્મચારી ગણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વમાં અંદાજે ૨૫૦ મિલિયન મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે અને વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. દૂધ ઉત્પાદનને વધુ ગતિ આપવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે વિરપુર ખાતે અત્યાધુનિક વેટરનરી સેન્ટર, ૩૦૦ વાછરડીની ક્ષમતા ધરાવતા વાછરડી ઉછેર કેન્દ્ર, ૨૦૦ તાલીમાર્થીઓની ક્ષમતા ધરાવતું તાલીમ કેન્દ્ર, ગોબરમાંથી બાયોગેસ પ્લાન્ટ, એમ્બ્રિયો ટ્રાન્સફર સુવિધા તથા ઉચ્ચ ગુણવત્તાના પશુ સંવર્ધન (Breeding Centre) જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.

આ તમામ સુવિધાઓથી પશુઓનું આરોગ્ય સુધરશે, દૂધ ઉત્પાદન વધશે અને દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળશે. આ પ્રસંગે રાજેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ અંતર્ગત ૩૦૦ વાછરડાંની સંભાળ માટે આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં વિરપુર અમૂલને દૂધ સપ્લાય કરતું અગ્રણી તાલુકો છે.

આ પ્રોજેક્ટ હેઠળ ૧૬ પશુચિકિત્સકો માટે રહેણાંક અને કાર્યાલયની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. અહીંથી પશુચિકિત્સકો દ્વારા દરરોજ આશરે ૨૦૦ પશુ આરોગ્ય મુલાકાતો લેવામાં આવશે, જ્યારે ચોમાસા દરમ્યાન આ સંખ્યા વધીને ૩૦૦ સુધી પહોંચે છે. આ કેન્દ્ર દ્વારા વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયોના સંવર્ધન માટે એમ્બ્રિયો ટ્રાન્સફર અને બ્રિડિંગ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે. ભવિષ્યમાં પ્રતિદિન ૪૫ લિટર સુધી દૂધ ઉત્પાદન આપતી ગાયો તૈયાર કરવાનો હેતુ છે. કાફ રિયરિંગ પ્રોજેક્ટ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા વાછરડીનું વૈજ્ઞાનિક રીતે ઉછેર કરવામાં આવશે. ખેડૂતોને પશુ ખરીદી માટે સરળ યોજના ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં રકમની વસૂલાત સીધી દૂધના બિલમાંથી હપ્તા સ્વરૂપે કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો લાભ મહીસાગર જિલ્લાના દૂધ ઉત્પાદકોએ સહિત ૧૨ બ્લોકના દૂધ ઉત્પાદકોને પણ મળશે.

બાલાસિનોર ખાતે પણ આ પ્રકારનું કેન્દ્ર કાર્યરત કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં ત્યાં પણ ભૂમિપૂજન તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે આશરે ૭૦૦ ટન પશુચારો સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે, જેના કારણે ખેડૂતોને વધારાની આવક અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. આ પ્રકારના સંકુલ આણંદ-ખેડા જિલ્લાના દરેક તાલુકામાં કાર્યરત કરવામાં આવશે.

આ પ્રસંગને અનુલક્ષીને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણએ તથા ગુજરાત પ્રદેશ મંત્રી મુક્તિબેન જોશી દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહે જણાવ્યું હતું કે વિરપુર અને બાલાસિનોર ખાતે આવા આધુનિક પશુપાલન વિકાસ કેન્દ્રો શરૂ કરીને સમગ્ર વિસ્તારમાં પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવામાં આવશે. અમૂલ દ્વારા ખેડૂતોને માત્ર રૂ. ૨૫માં સેક્સ સીમન ડોઝ, નિયમિત રસીકરણ, આધુનિક પશુપાલન તાલીમ અને નવી ટેક્નોલોજીનો લાભ આપવામાં આવશે. વધુ દૂધ ઉત્પાદન કરનારા પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે આ જમીનના સાચા માલિક અમૂલના તમામ દૂધ ઉત્પાદકો છે. આ સમગ્ર પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પશુઓને વધુ સ્વસ્થ બનાવવાનો, દૂધ ઉત્પાદન વધારવાનો અને ખેડૂતોની આવકમાં સતત વધારો કરવાનો છે. આધુનિક વેટરનરી સેન્ટર દ્વારા પશુઓના રોગ નિદાન, સારવાર, નિયમિત રસીકરણ, કૃત્રિમ ગર્ભાધાન, માત્ર રૂ. ૨૫માં સેક્સ સીમન ડોઝ, પશુપાલન માર્ગદર્શન અને નવી ટેક્નોલોજીની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પશુઓને વધુ તંદુરસ્ત બનાવી દૂધ ઉત્પાદનમાં વધારો કરવો એ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. અમૂલ ડેરી હંમેશા ખેડૂતો અને પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે.

 

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-30-at-5.47.05-PM.mp4

 

મહેન્દ્ર પંચાલ (મહિસાગર)

You Might Also Like

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

TAGGED: @india, Amul Dairy, Amul Dairy Virpur Project, Amul Embryo Transfer Facility, Amul Milk Production Project, Amul Project, Amul Veterinary Centre Virpur, Animal Health Services, Animal Health Services Amul, Artificial Insemination, Balasinor, Balasinor Amul Project, Biogas plant, Breaking news, Calf Rearing Centre, Calf Rearing Centre Mahisagar, CM Gujarat, Dairy Development, Embryo Transfer, Farmer Income, Farmer Income Dairy Project, gujarat, Gujarat Dairy News, Gujarat Dairy Sector, gujarati news, india news, latest news, localnewsingujarat, Mahisagar Dairy Development, Mahisagar News, Milk Producers, Milk Producers Scheme Gujarat, Milk Production, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Rs 25 Sex Semen Dose, Sex Semen Dose, top news, top news channel, Veterinary Centre, virpur, Virpur Animal Husbandry Centre, અમૂલ એમ્બ્રિયો ટ્રાન્સફર સુવિધા, અમૂલ ડેરી, અમૂલ ડેરી દૂધ ઉત્પાદન વધારો, અમૂલ પ્રોજેક્ટ, અમૂલ વેટરનરી સેન્ટર વિરપુર, આધુનિક વેટરનરી સેન્ટર, એમ્બ્રિયો ટ્રાન્સફર, કૃત્રિમ ગર્ભાધાન, ખેડૂત આવક, ખેડૂતોની આવક વધારતો પ્રોજેક્ટ, ગુજરાત ડેરી વિકાસ, દૂધ ઉત્પાદકો, દૂધ ઉત્પાદકો માટે અમૂલ યોજના, દૂધ ઉત્પાદન, પશુ આરોગ્ય સેવા, પશુ આરોગ્ય સેવા અમૂલ, પશુપાલન વિકાસ કેન્દ્ર, બાયોગેસ પ્લાન્ટ, બાલાસિનોર, બાલાસિનોર અમૂલ પ્રોજેક્ટ, મહીસાગર અમૂલ પશુપાલન કેન્દ્ર, મહીસાગર સમાચાર, રૂ. 25 સેક્સ સીમન ડોઝ, વાછરડી ઉછેર કેન્દ્ર, વાછરડી ઉછેર કેન્દ્ર મહીસાગર, વિરપુર, વિરપુર અમૂલ ડેરી પ્રોજેક્ટ, વિરપુર પશુપાલન વિકાસ કેન્દ્ર, સેક્સ સીમન ડોઝ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 30, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શામલી ધર્માંતરણ કેસમાં મોટો વળાંક : મોહમ્મદ અલી બનેલા આયુષ મલિકે ફરી હિંદુ ધર્મ સ્વીકાર્યો, ઘરના મંદિરમાં કરી પૂજા
Next Article બનાસકાંઠા પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતી દિયા તેજસકુમાર સોનીએ ધોરણ-12 બોર્ડ અને તાજેતરમાં જાહેર કરવામાં આવેલા CUET-UG પરીક્ષાનાં પરિણામોમાં સિદ્ધિ મેળવતાં ગૌરવ વધાર્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન
Gujarat જુલાઇ 6, 2026
દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર
Gujarat જુલાઇ 6, 2026
પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?