click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દોલતપુરાના હાઈડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના: “પાણી વીજળી જેવી ઝડપે આવ્યું, આંખ ઝબકતાં જ લોકો ડૂબવા લાગ્યા” – બચેલા વ્યક્તિનો ખુલાસો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દોલતપુરાના હાઈડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના: “પાણી વીજળી જેવી ઝડપે આવ્યું, આંખ ઝબકતાં જ લોકો ડૂબવા લાગ્યા” – બચેલા વ્યક્તિનો ખુલાસો
GujaratMahisagar

દોલતપુરાના હાઈડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના: “પાણી વીજળી જેવી ઝડપે આવ્યું, આંખ ઝબકતાં જ લોકો ડૂબવા લાગ્યા” – બચેલા વ્યક્તિનો ખુલાસો

દોલતપુરા ખાતે ચાલતા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવરમાં કામ કરતા બચી ગયેલા વ્યક્તિનું નિવેદન આવ્યું, પાણીમાં ગરકાવ થયેલા પાંચ યુવકોનો 17 કલાકથી કોઈ અત્તોપત્તો નથી.

Last updated: 2025/09/05 at 3:07 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામે આવેલા અજંતા એનર્જી પ્રાઈવેટ લિમિટેડના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. કડાણા ડેમમાંથી પાણી છોડાયા બાદ અચાનક જ પ્રોજેક્ટની અંદર જળસ્તર વધી ગયું, જેના કારણે કામ કરતા મજૂરોને જીવ બચાવવાનો મોકો પણ ન મળ્યો. અંદર અંદાજે 12 થી 15 લોકો હાજર હતા, જેમાંથી 10 વ્યક્તિઓ કોઈ રીતે બચીને બહાર આવી શક્યા પરંતુ 5 યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા. અત્યાર સુધી આ પાંચેય યુવકોનો કોઈ અત્તો પત્તો મળ્યો નથી, જેના કારણે તેમના પરિવારજનોમાં ભારે ચિંતા અને આક્રંદ જોવા મળી રહ્યો છે.

આ દુર્ઘટના બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. બચી ગયેલા કર્મચારી અલ્પેશ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે અંદરથી અચાનક જ 200 ફૂટ નીચે બ્લાસ્ટ થયાની અસરથી જોરદાર દબાણ સાથે પાણી પ્લાન્ટમાં ઘૂસી આવ્યું હતું. પાણી એટલી ઝડપે આવ્યું કે અંદર હાજર લોકોને સંભાળવાનો કે ભાગવાનો સમય જ મળ્યો નહીં. જેમને તરવું આવડતું હતું અથવા આસપાસ કોઈ વસ્તુ પકડી શક્યા તેઓ બહાર આવી બચી ગયા, પરંતુ બાકીના યુવાનો પળવારમાં પાણીમાં સમાઈ ગયા.

દુર્ઘટના બાદ તાત્કાલિક લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ, SDRF અને બાદમાં ગાંધીનગરની NDRF ટીમે શોધખોળ શરૂ કરી હતી. છેલ્લા 17 કલાકથી સતત શોધખોળ ચાલુ છે, પરંતુ હજી સુધી ગુમ થયેલા પાંચેય યુવકોનો કોઈ પત્તો મળ્યો નથી. એનડીઆરએફની ટીમો આધુનિક સાધનો સાથે પાણીની અંદર તપાસ કરી રહી છે, સાથે જ પ્રોજેક્ટની અંદર ભરાયેલા પાણીને પંપ વડે ખાલી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે જેથી અંદરની સ્થિતિ વધુ સ્પષ્ટ થાય.

આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે. આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ મોરબીના ઝૂલતા પુલ કેસમાં જવાબદાર ગણાતા જયસુખ પટેલ સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે. મોરબી દુર્ઘટનામાં બેદરકારીના કારણે 140થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો, અને હવે મહીસાગર નદીના આ પ્રોજેક્ટમાં પણ એવી જ બેદરકારીના કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

હાલમાં જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહી કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે. પરિવારો પોતાના લાડકવાયાઓની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે અને તેઓ જીવિત કે મૃત હાલતમાં મળી રહે તેવી વિનંતી કરી રહ્યાં છે. આ ઘટનાએ પ્રોજેક્ટની સુરક્ષા વ્યવસ્થા, જવાબદારી અને બેદરકારી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, Dolatpura, gujarat, gujarat cm, gujarati news, Hydro Power Plant Disaster, Kadana Dam, latest news, mahisagar, Mahisagar districts, NDRF and SDRF, news channel in india, oneindianews, pm modi, top news channel, topnews, topnewschannelinindia, અજંતા એનર્જી પ્રાઈવેટ લિમિટેડ, કડાણા ડેમ, દોલતપુરા, મહીસાગર જિલ્લા, લુણાવાડા, હાઈડ્રો પાવર પ્રોજેક્ટ, હાઈડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article AI રેસમાં Microsoftનું જોરદાર કમબેક : કોપાયલટના યુઝર્સ જેમિની-ચેટજીપીટીથી આગળ
Next Article રામદેવપીર નોરતાં પ્રસંગે સણોસરામાં દાનેવ આશ્રમમાં યોજાયેલ નવચંડી યજ્ઞ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?