જિલ્લાના ખેડા કેમ્પ પાસે લગ્નના વરઘોડામાં બે DJ સામસામે આવી જતા બંને વચ્ચે હરીફાઈ યોજાઈ હતી, જેને લીધે સ્થાનિકોએ પોલીસ ફરિયાદ કરતા બંને ડીજે સંચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડા જિલ્લામાં ખેડા કેમ્પ પાસે એક લગ્નના વરઘોડામાં આવેલ બે DJ સામસામે આવી જતા બંને વચ્ચે ઉંચા અવાજે ગીતો વગાડી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને આ ગુનામાં એક DJ વર પક્ષનું બીજું ડીજે કન્યા પક્ષનો હોવાનો સામે આવ્યુ હતું. જેને લીધે સ્થાનિકોએ પોલીસ બોલાવતા પોલીસે બંને ડીજે સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. બે DJ વચ્ચે હરીફાઈમાં 2 હજાર થી વધારે લોકોનું ટોળું ભેગુ થયું હતું, SK DJ અને VR DJ વચ્ચે હરીફાઈ નો વિડીયો વાયરલ થયો હતો. જેને લીધે ખેડા પોલીસે DJ ના માલિક અને ઓપરેટર પર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.