સમગ્ર રાજ્યમાં હાલ તા. ૭ ઓકટોબર ૨૦૨૪ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહની ઉજવણી” થઈ રહી છે. નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદમાં બાલ્કન-જી-બારી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અવિનાશ બારોટ અને તેમના સાથી કલાકારો દ્વારા ડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત ‘આવતી કળાએ માડી’ ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો અને સાથે જ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ નિદર્શન ગીત સાથે જ સોમનાથ કુમાર બક્ષી છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા યોગ પિરામિડ પ્રસ્તુતિ પણ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં નડિયાદ ચીફ ઓફીસર રુદ્રેશ હુદડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેટીયા સહિત બાલ્કન-જી-બારીના સભ્યો તથા વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)