આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ૭મી મેના રોજ મતદાન થવાનું છે.ત્યારે ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ મતદારોનો વ્યાપક સંપર્ક કરી રહ્યા છે.તો ભાજપ સંગઠન દ્વારા પણ બૂથ બને પેજ કમિટીઓ સુધી પ્રચારકાર્ય જોરશોરથી હાથ ધરાયુ છે.જેના પગલે મધ્ય ગુજરાતના માલધારી સમાજે ખેડા તાલુકાના ગોબલજ ગામે પાલ્મ ગ્રીન ક્લબમાં તા.૧૩મી એપ્રિલ સાંજે મહા સંમેલન બોલાવ્યું હતું.જેમાં ખેડા અમદાવાદ સહિતના ખેડા સંસદીય વિસ્તારમાં આવેલા જિલ્લાના માલધારી ભાઈઓ બહેનો હજ્જારોની સંખ્યામાં ઉમટી લોકસભાની આગામી ચૂંટણીમાં દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા જન પ્રતિનિધિ અને ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતીથી ચૂંટી લાવવા આહવાન કર્યું હતું.આ માલધારી મહા સંમેલનમાં સમાજના અગ્રણી કાળુ ભાઈ મુખીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.આ માલધારી સમાજ છેક દ્વારિકાથી દહાણુ સુધી વિસ્તરેલો છે અને તે ભારતીય જનતા પાર્ટી સાથે છે. એમ તેમણે જણાવ્યું હતું.
આ અવસરે માલધારી સમાજે ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનું પરંપરા મુજબ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.દેવુસિંહ ચૌહાણનું સોના અને ચાંદીની પાઘડીથી સન્માન કરાયું હતું.
માતરના ધારાસભ્ય, મહેમદાવાદ ધારાસભ્ય, ધોળકાના ધારાસભ્ય, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહુએ દેશના વડા પ્રધાનની રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી કામ કરવાની રિતીનીતિ જોઈ તેમના સંકલ્પને સાકાર કરવા ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને સાત લાખથી વધુ મતોથી ચૂંટી લાવવા માલધારી સમાજને આહવાન કર્યું હતું.ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર માલધારી સમાજને ભાજપની સાથે રહેવા અપીલ કરી હતી.
દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં બોલાવેલા આ મહા સંમેલનમાં મધ્ય ગુજરાતના સહુ માલધારી સમાજના ભાઈઓ, બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન દ્વારિકાધીશની જય બોલાવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રહી ખેડા બેઠકના ઉમેદવારને જંગી બહુમતિથી ચૂંટી લાવવા સંકલ્પ સાથે જયઘોષ કર્યો હતો.માલધારી સમાજના ૧૨થી ૧૫ હજારની સંખ્યામાં માલધારી ભાઈઓ, બહેનો અને યુવાનો આ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ( ખેડા)