પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર ગાવ ચલો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજશે જે કાર્યક્રમ માં સેવાકીય કાર્યો કરવાના હોય તે વિષય પર ચર્ચા કરવામાં આવી તે ઉપરાંત છેવાડા ના વિસ્તારમાં પણ જે કોઈ નાની-મોટી સમસ્યાઓ હોય તે સમસ્યા વિશે જાણકારી મેળવી તેનો તાત્કાલિક નિરાકરણ લાવવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.તે ઉપરાંત નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ દરમિયાન જે સેવાકીય કાર્ય કરવામાં આવ્યા છે તે કાર્યક્રમની માહિતી આપવા માટે એક સરસ પ્રદર્શની ગોઠવવામાં આવી છે આ પ્રદર્શની ને નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. આ બેઠકમાં જિલ્લા ભાજપા પ્રમુખ નીલભાઈ રાવ તથા નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ની સાથે પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા