Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા “દિશા” સમિતિની બેઠક યોજાઈ

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા “દિશા” સમિતિની બેઠક યોજાઈ

ખેડા સાંસદ અને લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, રાજેશભાઇ ઝાલા, માનસિંહ ચૌહાણ તથા યોગેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નાયબ જિલ્લા વન સંરક્ષક અભિષેક સામરીયાની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ “દિશા” સમિતિની બેઠક નડિયાદ ખાતે જિલ્લા પંચાયત ભવનમાં યોજાઈ હતી. જેમાં સાંસદ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ હેઠળ જિલ્લામાં થયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર લલિત પટેલ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના વિભાગો દ્વારા સરકારી યોજનાના અમલીકરણ અંતર્ગત છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલ કામગીરીની માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી આપવામાં આવી હતી. જેમાં તમામ વિભાગોની વિવિધ યોજનાઓ હેઠળ થતાં કામો અંગે માહિતી આપવામાં આવી હતી.

સાંસદ દ્વારા તમામ વિભાગોની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સૌપ્રથમ શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. શાળાઓમાં આપવામાં આવતી ડિજિટલ સુવિધાઓ સાથે શાળાઓમાં આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તા માપવા માટેની વ્યવસ્થા વિકસાવવા સુધીના મહત્વના સૂચનો સાંસદ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં આરોગ્ય સેવાઓ હેઠળ થયેલ કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને નમો શ્રી યોજના પર વિગતવાર ચર્ચા થઈ હતી જેમાં જિલ્લા કલેકટર દ્વારા નમો શ્રી યોજના અંગે વધુ લોકો માહિતગાર થાય તે અંગે યોગ્ય પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખઓ, તાલુકા પંચાયત પ્રમુખઓ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, જિલ્લાકક્ષાના ઉચ્ચ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.