નર્મદા જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન – કેચ ધ રેઈન 2.0″ના આયોજન અને અમલ માટે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ અભિયાન 4 એપ્રિલથી 31 મે, 2025 સુધી ચાલશે. કલેક્ટરે જળસંચય, વરસાદી પાણીના સંગ્રહ અને ગ્રાઉન્ડ લેવલ પર કાયમી અસ્કયામતો ઊભી કરવા પર ભાર મૂક્યો. તેમણે લોકભાગીદારીથી તળાવ ડિસિલ્ટીંગ સહિતના કામો કરવા અને ગત વર્ષ કરતાં બમણી કામગીરીનું લક્ષ્ય રાખવા સૂચન આપ્યું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા.’