પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખ (Shah Jahan Shekh) ઠેકાણે દરોડાન પાડવા પહોંચેલી EDની ટીમ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આશરે 250થી 300 લોકોના ટોળાએ ઇડીની ટીમને ઘેરી લીધી હતી. આ હુમલામાં મીડિયાકર્મીઓ પણ લપેટમાં આવી ગયા હતા.
Horrific. The Law & Order Situation in West Bengal is in shambles.
ED Officials & CRPF Jawans brutally attacked in Sandeshkhali; North 24 Parganas district, while conducting Raid at TMC leader Sheikh Shahjahan's house.
I doubt that Rohingyas are present amongst the Anti National… pic.twitter.com/XHboQsBVSX
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) January 5, 2024
ટોળાએ મચાવ્યું તોફાન
માહિતી અનુસાર લોકોના ટોળાએ ઈડીની ટીમની ગાડીઓને નિશાન બનાવી તેના કાંચ તોડી નાખ્યા હતા. આ દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ગામના લોકોએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. જેમ તેમ ઈડીની ટીમમાં સામેલ સભ્યોએ પોતાનો જીવ બચાવવા નાસી જવું પડ્યું હતું.