ગુજરાતમાં 9 રાજ્ય વિશ્વવિદ્યાલયોમાં, 32 જીલ્લા કેન્દ્રો પર અસંવેદનશીલ અને ‘મમતા’ હીન TMC સરકાર વિરુદ્ધ રાજ્યની છાત્રશક્તિએ દર્શાવ્યો ઉગ્ર વિરોધ: સમર્થ ભટ્ટ, ABVP ગુજરાત પ્રદેશ મંત્રી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અભાવિપ) પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગના જિલ્લાના સંદેશખાલી માં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર, જમીન કબ્જે કરવી તથા ભયભીત વાતાવરણ નિર્માણ કરી સ્થાનીય હિંદુ પરિવારોને પલાયન કરવા મજબૂર કરવા વિરૂદ્ધ સમગ્ર દેશમા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, આ દેશવ્યાપી પ્રદર્શન દેશના બધા રાજ્યોની રાજધાની તથા ૫૦૦ થી વધુ જિલ્લા અને મહાનગરો અને યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યા હતા, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગિ થયા.
જેમાં ગુજરાત પ્રદેશની બધી જ રાજ્ય વિશ્વવિદ્યાલયો તથા 32 જીલ્લા કેન્દ્ર પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા આ તમામ જીલ્લા કલેકટરશ્રીઓ ને રાષ્ટ્રપતિને નામ આવેદન પત્ર પણ સોંપવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમા થયેલ આ વિરોધ પ્રદર્શન મા હજારો ની સંખ્યા મા વિધાર્થી કાર્યકરો જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પોંડિચેરીમાં ૨૭-૨૮ ફેબ્રુઆરીમાં આયોજિત થયેલી કેન્દ્રીય કાર્યસમિતિ ની બેઠકમાં સંદેશખાલી ઘટનાનાં વિરોધમાં નિંદાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો, મહિલાઓની વિરૂદ્ધ જધન્ય અપરાધોનું કેન્દ્ર બની ગયેલા પશ્ચિમ બંગાળની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા અ.ભા.વિ.પ ના રાષ્ટ્રીય નેતૃત્વ દ્ધારા રાષ્ટ્રપતિ ને પણ આવેદનપત્ર સોંપવામાં આવ્યું.
અભાવિપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી યાજ્ઞવલ્ક્ય શુક્લ એ કહ્યું કે, “પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી વારંવાર લોક વિરોધી નીતિઓને બળ આપી રહ્યા છે તથા ભ્રષ્ટાચારીઓ અને અપરાધીઓનુ સંરક્ષણ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં તુષ્ટિકરણ ની નીતિથી સામાન્ય માણસ ત્રસ્ત છે, એક તરફ રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત ભ્રષ્ટાચારી દરેક બાજુ ભ્રષ્ટાચાર કરીને સામાન્ય માણસનો હકો લૂંટી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ થી અપરાધીઓને આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. સંદેશખાલી માં જે મહિલાઓ સાથે બળજબરી કરવામાં આવી, તેમાં વધુ પડતા પછાત વર્ગ અને અનુસૂચિત જાતિની મહિલાઓ છે. પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી આ બળજબરી નો વિરોધ દેશના દરેક ખૂણામાં વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યું.”
અભાવિપના ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભાઈ ભટ્ટ જણાવે છે કે, “સંદેશખાલી માં હિન્દૂ મહિલાઓ સાથે થઈ રહેલી બળજબરી ની ઘટનાઓ જ્યારથી સામે આવી ત્યારથી વિદ્યાર્થી પરિષદ ન્યાયની માંગને લઈને દેશના શૈક્ષણિક સંસ્થાનોમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે મહિલા મુખ્યમંત્રીના હોવા છતાં પશ્ચિમ બંગાળની મહિલાઓની સુરક્ષા અને સમ્માન પૂર્ણ જીવન સરકારની પ્રાથમિકતામાં નથી. મહિલા વિરોધી અને ‘મમતા’ હીન મમતા બેનર્જી ની અરાજક સરકાર વિરુદ્ધ દેશના ખૂણા ખૂણા માં છાત્રશક્તિ આજે લાલઘૂમ નજરે પડે છે. સંદેશખાલીની બેહનો ની આ લડાઈ વિદ્યાર્થી પરિષદના લાખો કાર્યકર્તા ન્યાય પ્રાપ્તિ સુધી લડતા રહેશે.”